બોલીવુડ અને ડ્ર!ગ્સ!એ કોઈ અલગ અલગ વાત નથી બૉલીવુડ સાથે ડ્ર!ગ્સ મા!ફિ!યાઓનું કનેક્શન કેટલું મોટું છે એ તો આપણે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સામે આવેલા મામલામાં જોયું જ છે એ સમયે રેહા ચક્રવર્તીથી લઈને બોલીવુડના મોટા મોટા અભિનેતા અને અભિનેત્રીના નામ આ પ્રકરણમાં સામે આવ્યા હતા.એ
પછી શ્રદ્ધા કપૂર હોય દીપિકા પાદુકોણ હોય કે ભારતી સિહ અને અભિનેતા જ શું કામ ડ્રગ્સ મામલે ઘણાં નેતાઓના અને જાણીતા લોકોના નામ પણ આપણે જોયા જ છે અને હાલમાં પાછું આર્યન ખાનને કારણે ડ્ર!ગ્સ!નું પ્રકરણ ફરી એકવાર ખુલ્યું છે એવામાં પાવડર લેનાર નેતા અભિનેતા કે બીજા લોકો સાથે એક ઓફિસરના નામની પણ ચર્ચા વધી છે અને એ ઓફિસર છે સમીર વાનખેડે.
એન્સીબી વિભાગના આ ઓફિસરે બોલીવુડના ઘણાં લોકોને પકડ્યા છે અને તેમની કરતૂતોને સામે લાવી છે તમને જણાવી દઇએ કે સમીર વાનખેડેના પિતા એક પોલીસ અધિકારી હતા અને સમીરે પણ પોતાના કરિયરની શરૂઆત આઇઆરએસથી કરી હતી સમીર વાનખેડેની પહેલી પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર ડેપ્યુટી કમિશનર તરીકે થઈ હતી.
સમીરે જેવો જ પોતાનો ચાર્જ સાંભળ્યું કે તરત જ તેમને એરપોર્ટ પર પોલીસ અધિકારીઓની બેદરકારીને દૂર કરવાનું કામ કર્યું તેમને અધિકારીને સૂચના આપી હતી કે પોલીસે કોઈપણ અભિનેતા કે અભિનેત્રી પાછળ તેમના ઓટોગ્રાફ માટે દોડવાને બદલે બહારથી આવનાર બધા જ અભિનેતા કે બોલીવુડના કોઈપણ માણસની તપાસ કરવી અને જો તેમની પાસે નિયમ વિરુદ્ધનું કઈ મળી આવે અથવા તેઓ નિયમ તોડે તો તેમને દંડ ફટકારવો.
તમને જાણીને નવાઈ લાગશે કે આ સૂચનાઓ બાદ એરપોર્ટ પર ૨૦૦ જેટલા બોલીવુડ સ્ટાર્સને દંડ ભરવો પડ્યો હતો એટલું જ નહિ આ અધિકારી પોતાની ફરજમાં એટલા પ્રમાણિક છે કે તેઓએ વર્ષ ૨૦૦૦માં ઇન્ડિયન ક્રિકેટ ટીમને પણ એરપોર્ટ પર રોકી હતી અને તેમની પાસે રહેલી વર્લ્ડકપ ટ્રોફીના કાગળ ચેક કર્યા હતા આવા તો અનેક કિસ્સા છે જે સમીર વાનખેડેની પ્રમાણિકતાની સાબિતી આપે છે.
સમીર વાનખેડેએ પોતાની ફરજ નિભાવતા અનુરાગ કશ્યપ વિવેક ઓબેરોય રામગોપાલ વર્મા જેવા દિગ્ગજ લોકોના ઘરે રેડ પણ પાડી છે અને આ ઉપરાંત પણ તેમને ૩૧૦ લોકોને પાવડર કેસમાં જેલના સળીયા પાછળ મોકલ્યા છે જ્યારથી સમીરે ના!ર્કો!ટિ!ક્સ વિભાગમા કામગીરી સંભાળી છે ત્યારથી તેમને કુલ ૧૭ હજાર કરોડના પાવડર પકડી પાડયા છે.