આર્યનના જેલમાં ગયા બાદ હાલમાં સોમવારે તેને બીજીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો પરતું બીજીવારમાં પણ આર્યનને જામીન મળવાને બદલે કોર્ટે તારીખ આગળ વધારી હતી અને ૧૩ઓક્ટોબરની તારીખ આપી હતી હવે ગઈ કાલે જ્યારે આ કેસની ફરી એકવાર સુનવણી છે જ્યારે બોલીવુડના અનેક સ્ટાર્સ શાહરૂખ ખાનના મન્નત બંગલોમાં તેમને આશ્વાશન આપવા પહોંચ્યા હતા.
આ સ્ટાર્સમા અભિનેતા સલમાન ખાન તેમના પિતા સલીમ ખાન કરણ જોહરનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે સલમાનખાન આર્યનના કેસની શરૂઆતથી જ શાહરૂખની સાથે રહ્યા છે જ્યારે પહેલીવાર આર્યનને જેલમાં લઈ જવાનો નિર્ણય થયો હતો ત્યારે રાત્રે પણ સલમાન શાહરૂખના ઘર બહાર જોવા મળ્યા હતા.
એટલું જ નહિ આર્યનના કેસમાં જે વકીલ રોકવામાં આવ્યા છે તે સતિષ માનશિંદેએ જ વકીલ છે જે સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં મદદ કરી રહ્યા હતા જો કે હાલમાં મળતી માહિતી મુજબ એવું પણ કહેવાય રહ્યું છે કે સતિષ માનશિંદે દ્વારા આર્યન માટે કરવામાં આવેલી જામીનની અરજી બે વાર નામંજૂર થવાને કારણે હવે આ કેસમાં વકીલ અમિત દેસાઈને પણ રોકવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએકે આ વકીલ જામીન કરવામાં ખાસ માનવામાં આવે છે આ જ વકીલને કારણે સલમાન ખાન વર્ષ ૨૦૧૨થી ચાલી રહેલા હિટ એન્ડ રન કેસમાં વર્ષ ૨૦૧૫માં નિર્દોષ સાબિત થયા હતા હાલમાં પણ સલમાનખાન અને સલીમખાન આ અંગે જ શાહરૂખ સાથે કોઈ વાત કરવા તેના ઘરે પહોંચ્યા હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
જો કે કાલે આર્યનના કેસમાં અમિત દેસાઈ આર્યન તરફથી પક્ષ રજૂ કરશે જેમાં તેઓ આર્યન પાસે કોઈ વસ્તુ કે સબૂત ન મળ્યા હોવાની વાત પર ભાર આપે તેવી શક્યતા છે સાથે તેઓ એ વાત પર પણ ભાર મૂકશે કે આર્યન વિષે હજુ કઈ મળ્યું નથી અને આર્યન એક રીસ્પેક્ટિવ ફેમિલીમાઠી આવતો હોવાથી જરૂર પડશે ત્યારે જરૂર હજાર થશે.