મિત્રો ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના દેશ તથા વિદેશમાં કરોડો ફેન્સ છે સચિને 16 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી અને પણ ભારતની કટ્ટર ટીમ પાકિસ્તાન સામે પરંતુ મિત્રો સચિન વિષે તો તમે ઘણુંબધું જાણતા હસો એટલે આજે આ પોસ્ટ દ્વારા આપણે સચિનના જીવન સાથે જોડાયેલ એક વાત કરવા જઈ રહ્યા છે જેનાથી કદાચ તમે અજાણ હશો.
સચિન તેંડુલકરે 11 વર્ષની ઉંમરે બેટ હાથમાં પકડી લીધું હતું સચિનએ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાણ છે પરંતુ સાથે સાથે પ્રેમની કહાની માટે પણ જાણીતા છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સચિન 17 ને વર્ષની ઉંમરે અંજલિ સાથે પ્રેમ હતો અને 22 વર્ષની ઉંમરે એમણે લગ્ન કરી લીધા હતા સચિન અને અંજલિ 1990 માં મળ્યા હતા.
એરપોર્ટ પર સચિન ઈંગ્લેંડથી ક્રિકેટ રમી ફરી રહ્યા હતા અને અંજલિ માંને મળવા એરપોર્ટ પર આવેલ હતી અંજલિને સચિનનો ક્યૂટ ફેસ પસંદ આવી ગયો ત્યારે બંનેની મુલાકાત થઈ ત્યારે અંજલિ મેડિકલની વિદ્યાર્થીની હતી સચિને આ વાત એમની આત્મકથા પ્લેઈંગ ઈટ માય વેમાં લખી છે તેમાં લખતા કહ્યું છેકે જ્યારે અંજલિએ મને એરપોર્ટ પર જોયો.
ત્યારે અંજલિએ સચિન સચિન બૂમો પાડીને પાછળ દોડી હતી ત્યારે સચિનની ઉંમર માત્ર 17 વર્ષ હતી જયારે અંજલિ 23 વર્ષની હતી ત્યારે સચીન શર્માઈ ગયા હતા એમણે પાછું વળીને જોયા બાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા પરંતુ તેના બાદ અંજલિએ સચિનનો નંબર લાવીને ફોન પર વાત કરી હતું અને એરપોર્ટ પરની વાત કરી.
બંને મીડિયાથી દૂર રહેવા પત્રો લખીને વાતો કરતા હતા તેના બાદ બંનેએ ન્યુઝીલેન્ડમાં સગાઈ કરવાનો ફેંસલો કર્યો પ્રખ્યાત ઉદ્યોગપતિ અશોક મહેતાની પુત્રી અંજલી અને સચિને આખરે 25 મે 1995 ના રોજ લગ્ન કરી લીધા ત્યાર તેંડુલકર 22 વર્ષના હતા જ્યારે અંજલિ 28 વર્ષની હતી અત્યારે બંને પરિવાર સાથે સુખી જીવન વિતાવી રહ્યા છે.