ભારતીય ક્રિકેટર શુભમન ગીલ ખૂબ જ ફોર્મમાં જોવા મળી રહ્યા છે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેમનો દેખાવ ખૂબ જ શાનદાર રહ્યો છે તાજેતરમાં અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામેની ભવ્ય જીતમાં શુભમન ગીલ નું મહત્વ નુ યોગદાન રહ્યું ન્યુઝીલેન્ડ સામે સદી.
ફટકારી શુભમન ગીલે ભારતને જીત અપાવી ક્રિકેટ સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકોને નાચવા માટે મજબૂર કર્યા હતા શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં આવતા વેંત જ દમદાર બેંટીગ ની શરૂઆત કરી હતી ખૂબ ઝડપી અડધી સદી પૂરી કરીને આક્રમક અંદાજ સાથે માત્ર 54 બોલ મા સદી ફટકારી હતી.
શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 10 ચોક્કા અને 6 સિક્સ ફટકારી હતી આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વન-ડે મેચમાં શુભમન ગીલે શાનદાર બેવડી સદી ફટકારી હતી તેમને ટી ટ્વેન્ટી મા પહેલી સદી ફટકારી છે તેમનો આ અંદાજ જોતા ભારતીય ક્રિકેટ ના મહાનાયક સચીન તેંડુલકર સ્ટેડિયમમાં.
ઝુમી ઉઠ્યા હતા અને તેઓ ખૂબ જ ખુશીના અંદાજમાં જોવા મળ્યા હતા શુભમન ગીલ ની નજર તેમના પર પડતાં શુભમન ગીલે માથુ ઝુકાવતાં તેમને આવકાર આપ્યો હતો તેમનો આ અંદાજ જોતા લોકો ખુશ થયા હતા દેશભરમાં શુભમન ગીલના ઉમદા પ્રદર્શન થકી તેઓ સ્ટાર ક્રિકેટર બની ગયા છે.