સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે કોઈપણ વ્યક્તિને બીજી સંસ્કૃતિ,બીજી ભાષા સ્વીકારતા તેમજ પોતાના ધર્મની આદતો,પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલ વાતો છોડી બીજા ધર્મની વાતો,રિવાજોને સ્વીકારતા અને શીખતા ઘણો સમય નીકળી જતો હોય છે.
માણસ પોતાનો દેશ છોડી શકે પરંતુ પોતાની ભાષા સંપૂર્ણપણે ક્યારેય નથી છોડી શકતો. પરંતુ હાલમાં સીમા હૈદર ના કેસમાં આ તમામ વાતો ખોટી સાબિત થઈ રહી છે.એ તો તમે જાણતા જ હશો કે સીમા પાકિસ્તાની બલોચ કબીલાની મહિલા છે.
તેના જણાવ્યા અનુસાર તે મુસ્લિમ છે અને તેને માત્ર ૫ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જો કે હાલમાં સીમાની આ તમામ વાતો પર પણ શંકા કરવામાં આવી રહી છે.લોકોનુ કહેવુ છે કે માત્ર ૫ધોરણ અભ્યાસ કરેલ મહિલા ન તો સારું હિન્દી બોલી શકે ન અંગ્રેજી.
આ ઉપરાંત હાલમાં સોશિયલ મીડિયા પર મીણા સમાજના કેટલાક લોકોનો વીડિયો સામે આવ્યો છે.જેમાં તે સીમા મુસ્લિમ નહિ પણ હિન્દુ હોવાનો દાવો કરી રહ્યા છે.મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન સચિનના વિસ્તારમાં રહેતા મીણા સમાજના એક વ્યકિતએ સીમાના નામને લઈને પણ શંકા વ્યક્ત કરી છે.
વ્યક્તિનું કહેવું છે કે જો તે મુસ્લિમ છે તો મુસ્લિમ જેવું નામ કેમ ન રાખ્યું,સીમા તો હિન્દુ નામ છે. સાથે જ તેમની કહેવું છે કેસીમા જો મુસ્લિમ હોય તો આટલી જલ્દી હિન્દુ રીતરિવાજ કેવી રીતે શીખી શકે. જો કે આ મામલે સાચું કોણ અને ખોટું કોણ તે તો સમય જ કહી શકે છે પરંતુ હાલમાં આ મામલો ખરેખર ગંભીર થતો જાઈ રહ્યો છે.