Cli

નમોત્સવમાં વ્યસ્ત ભાજપે વિજય રૂપાણીના પરિવારને 22 લાખનું બિલ મોકલ્યું !

Uncategorized

તારીખ 17 મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75 મો જન્મદિવસ છે અને સમગ્ર દેશમાં ભાજપ નમોત્સવ ઉજવી રહ્યું છે આ દરમિયાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પ્રેસને સંબોધી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ગુસ્તાખી કરી અને સવાલ પૂછી નાખ્યો કે વિજય રૂપાણીના ભેસણાના ખર્ચનું શું છે ત્યારે સીઆર પાટીલે કહ્યું એકલામાં મળજો અમને ખબર નથી આ પત્રકારને હવે સીઆર પાટીલ એકલામાં શું સમજાવાના છે પણ આ વાત તમારે જાણવી જરૂરી છે >

> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરપરાઈ જાણે રે >> નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છેઅને હું છું તમારો પ્રશાંત દયાળ તારીખ 12મી જૂન 2025 નો દિવસ માત્ર ભારતને દેશ માટે ગોજારો હતો કારણ એવું હતું કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ નજીક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે ક્રેશ થાય છે અને 240 મુસાફરોના મોત થાય છે આ મૃતકોની યાદીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી લંડન હતા લંડનથી પરિવાર ભારત પાછો પહોંચે છે

ડીએનએ ટેસ્ટ પછી વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવારને સુપ્રત કરવામાં આવે છે રાજકોટ તેમનું વતન હતું માટે તેમનું મૃતદેહ રાજકોટ લઈ જવામાં આવે છે જ્યાંઆલીશાન ડોમ બનાવવામાં આવે છે પ્રાર્થના સભા થાય છે લોકો દર્શનાર્થે આવે છે અને ત્યાં જ બેસણું રાખવામાં આવે છે. આ ઘટના પછી ડોમ બનાવવામાં આવ્યો ફૂલોનો ખર્ચ થયો કે જે કંઈ કરવું પડ્યું એ બધા માટે કુલ 22 લાખ રૂપિયા ખર્ચ થયો અને આ 22 લાખ રૂપિયા થયા તેનું બિલ લઈ જ્યારે મંડપવાળો ભાજપ કાર્યાલય જાય છે ત્યારે જવાબ મળે છે કે આ બિલ તો અંજલી રૂપાણી ચૂકવવાના છે

આ મામલે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા કે અંજલી રૂપાણી કઈ બોલ્યા નહીં પણ હવે એક ઓડિયો આવ્યો છે આ ઓડિયો બહુ અગત્યનો એટલા માટે છે કે ગૌરક્ષક છે જેનુંનામ છે ધર્મેશ ગામી ધર્મેશ ગામી અંજલી રૂપાણીને ફોન કરે છે અને ફોન કરી દુઃખ વ્યક્ત કરે છે કે વિજય રૂપાણીએ ગુજરાત માટે ઘણું બધું કર્યું છે જાતને ઘસી નાખી છે પણ પાર્ટીએ જે તેમની સાથે કર્યું કે તેમના અવસાન પછી 22 લાખ રૂપિયાનું બિલ તમને મોકલ્યું એ મને ને વ્યાજબી લાગતું નથી આ આ મામલે હજી સુધી અંજલી રૂપાણી સત્તાવાર રીતે કઈ બોલ્યા નહોતા પરંતુ આ ઓડિયો છે આ ઓડિયોમાં ધર્મેશ ગામી જ્યારે આ વાત કરી રહ્યો છે ત્યારે તે એટલે કે અંજલી રૂપાણી આખી ઘટનાને નકારી પણ કાઢતા નથી તે માત્ર એટલું જ કહે છે કે હા એ વાત સાચી છેવિજય રૂપાણીએ પક્ષ અને ગુજરાત માટે ઘણું કર્યું છે આ આઘાતજનક ઘટના છે કે એક પૂર્વ મુખ્યમંત્રીના પરિવારને આ પ્રકારે પાર્ટી ભેસણાનું કે એમના અંતિમ સંસ્કારનું બિલ પણ આપ્યો છે પહેલા ઓડિયો સાંભળી લો >> હલો >> માનનીય અંજલીબેન નમસ્કાર >> હ >> હું ગૌરક્ષા મંચથી ધર્મેશ ગામી બોલું છું >> હા >

> સાહેબ ખૂબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી >> હ >> અને જે રાજકોટ માટે કર્યું છે એમ્સ છે જીવદયા માટે કર્યું છે ગૌરક્ષા માટે કર્યું છે એમની શ્રદ્ધાંજલિ બાબતના જોબિલનું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોપે કે સોપણી કરે તો એ દુઃખની બાબત છે એટલે ખરેખર દુઃખ થયું એ બાબતે આપણે ફોન કર્યો છે બેન >> જી આ ખોટું નથી યોગ્ય નથી આ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ હ >> કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે લોકોની સિમ્પતિ હતી >> તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે >> હા છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન એ પાર્ટી માટે થઈને જ લેટ આવ્યા છે >> હા એ જ ને એટલે પાર્ટી આ કામ કરવું જોઈએસિમ્પતી છે અમને અમે એટલા યોગ્ય નથી બાકી આ યોગ્ય નથી પાર્ટીએ કરવું જોઈએ આ કામ >> એટલે અમારી સંવેદના હતી એટલે આપ સાહેબને ફોન કર્યો કે ભાઈ અંજલીબેન રૂપાણી સાહેબને ફોન કરી લો >> હ >> જી >> જય ગૌમાતા >> તમે આ ઓડિયો સાંભળ્યો હવે તમે જ નક્કી કરી શકો કે ખરેખર ભાજપના નેતાએ વિજય રૂપાણીના અવસાન પછી 22 લાખ રૂપિયાનું જે બિલ છે એ અંજલી રૂપાણીને મોકલ્યું એ કેટલું વ્યાજબી એ તમારે નક્કી કરવાનું છે

આ મામલે વિવાદ ચાલી રહ્યો હતો એ દરમિયાન નમોત્સવની તૈયારી પાર્ટીએ શરૂ કરી અને સીઆર પાટીલપત્રકારોને આ અંગે જ્યારે માહિતી આપી રહ્યા હતા ત્યારે એક પત્રકારે ગુસ્તાખી કરી અને પત્રકારે પૂછી નાખ્યું કે સાહેબ વિજય રૂપાણીના બેસણા માટે કે પછી એમના અંતિમ સંસ્કારના દિવસે જે કઈ ખર્ચ થયો એનું બિલ ભાજપે અંજલી રૂપાણી ને મોકલ્યું છે આ કેટલું વ્યાજવી છે ત્યારે એક ક્ષણ ચૂપ રહ્યા પછી સીઆર પાટીલ આ પત્રકારને એવું કહે છે એકલામાં મળજો વાત કરીશું હવે એકલામાં આ પત્રકાર સાથે સીઆર પાટીલ શું વાત કરવાના છે એની ખબર નથી પણ આ સમાચાર તમારે જાણવા જોઈએ કે માણસ જીવતો હોય ત્યાં સુધી એની કિંમત છે ત્યાં સુધી એ કામનો છે એ મૃત્યુપામે પછી પરિવાર આ સ્થિતિમાં મુકા મુકાતો હોય છે એટલે પાર્ટી માટે તમે કોઈપણ પાર્ટીમાં હો માથું મૂકી દેતા પહેલા વિચાર કરજો આ પાર્ટીને તમે જીવો છો ત્યાં સુધી તમારી પડી છે કે તમારો ઉપયોગ કરવો છે તમે નહીં હોવ ત્યારે તમારા પરિવારને પૂછનારું કોઈ નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *