આજકાલની યુવાપેઢી ફેમસ થવા માટે અવનવી ટેકનિક અપનાવે છે ઈન્સ્ટ્રાગ્રામ માં મિલિયન ઉપર ફોલોવર બનાવવાનું આજકાલ લોકોને ચસકો લાગ્યો છે તેના માટે કાંઈ પણ કરવા માટે તૈયાર છે અને ઘણીવાર જોખમી સ્ટંટ લોકોને ભારે પણ પડી જાય છે સોશિયલ મીડિયા પર તાજેતરમાં.
વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાના બે મિત્રો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરતો જોવા મળે છે એક યુવકે પોતાના મોઢામાં રોકેટ રાખેલુ હતુ આને બિજો સ!ળગાવી રહ્યો છે આ વિડીઓ વલસાડ સીટી પેલેસ માંથી સામે આવ્યો છે જે વીડિયોમાં યુવક રોકેટ મોઢામાં નાખીને દોડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ત્રણેય મિત્રો ઈન્સ્ટ્રાગ્રામ માં રીલ બનાવતા હતા અને મોઢામાં રોકેટ નાખી ને તેઓ માત્ર વીડિયો બનાવવા જતા રોકેટ મોઢામાં જ ફૂટી ગયું હતું અને યુવકને મોઢામાં ઇજાઓ થતા બંને યુવકો તેને બાઈકમાં બેસાડીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા
આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ આ યુવકોને શોધી રહી છે પરંતુ યુવકો પોતાના ઘેર પોલીસની બીકે પરત ફર્યા નથી તાજેતરમાં જ અમદાવાદમાં સિધુંભવન રોડ પર ફટાકડા ફોડીને લોકોને હેરાન કરનારા નવ આરોપીઓને પોલીસે મેથીપાક ચખાડ્યો હતો એવી જ રીતે આ રોકેટ રીલવાળા યુવકોને પણ તાજેતરમાં પોલીસ શોધી રહી છે.