ગુજરાત એટલે તપોભૂમિ ધાર્મિક આસ્થા શ્રદ્ધા અને સનાતન હિંદુ ધર્મની પરંપરાને જાળવી રાખતું કેન્દ્ર છે અહીં લોકો વિવિધતામાં એકતાના દર્શન કરે છે લોકોની ધર્મ પ્રત્યે ની અપાર શ્રદ્ધા અહીં દેખાય છે એવું જ એક ગુજરાતનુ ગામ છે ત્યાં વહે છે ઘીની નદીઓ ગાંધીનગર થી 13 કિલોમીટરના અંતરે આવેલું છે.
રૂપાલ ગામ જેમાં ઘણી સદીઓથી ઘીની નદીઓ વહે છે નવરાત્રી દરમિયાન જેટલા ગરબા વખણાય છે એટલી જ રુપાલ ની પલ્લી વખણાય છે રુપાલમા જોગણી માતાનુ મંદીર આવેલુ છે આને અહીં નવરાત્રી દરમિયાન લાખો લીટર ઘી માતાજી પર ચડાવવા મા આવે છે તેનો પ્રવાહ આખાય રુપાલમા વહે છે.
વરસાદી પાણી જેમ વહેતા આ ઘીને જોવું એ એક લ્હાવો છે અને આ જોવા અહી દેશ વિદેશમાંથી લોકો આવે છે આસો સુદ નોમ ની રાત્રે માતાજ ની ભવ્ય પલ્લી નીકડે છે પલ્લી બનાવવા માટે ગામ ના વાલ્મિકી ભાઈઓ ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે આમાંથી ગામના ભાઈઓ માતાજી ના.
રથને તૈયાર કરે છે ગામના વાણંદ ભાઈઓ વરખડા ના છોટા લાવીને રથને કલાત્મક રીતે શણગારે છે રથની ગંગાજળ અને ગૌમુત્ર થી પવિત્ર કર્યા બાદ માતાજી મૂર્તિ રથમાં સ્થાપિત કરવામાં આવેછે સૌ પ્રથમ ખીજળા અને જવેરાથી પુજન કરાય છે અને જે લોકોની બાધા હોય તે પલ્લીમાં.
ઘી ચડાવે છે નવજાત જન્મેલા બાળકોને પલ્લીના દર્શન કરવા લવાય છે લોકો અહીં ડોલ ભરી ભરીને ઘી માતાજીની પલ્લી માં અર્પણ કરે છે વાચક મિત્રો ધર્મ એટલે આસ્થા અને આસ્થા એટલે મનુષ્ય આ વિશે આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટ શેર કરવા પણ વિનંતી.