એસીયા ના સૌથી ધનવાન ભારતના સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાની વૈભવી જીવન સ્ટાઇલ સાથે ધાર્મીક પ્રવૃતીઓ થી પણ ખુબ ચર્ચાઓ માં રહે છે અંબાણી પરીવાર હંમેશા ધર્મ અને આસ્થાઓ માં ખુબ આદરભાવના રાખે છે મુકેશ અંબાણી એ અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં પણ ખૂબ મોટો ફાળો આપ્યો છે.
ત્યારે પોતાના દીકરા અનંત અંબાણીની સગાઈની જાહેરાત પણ તેમને રાજસ્થાન નાથ દ્વારા શ્રીનાથજી ના મંદિરથી આર્શીવાદ મેળવી કરી હતી એ વચ્ચે તાજેતરમાં શિવરાત્રી ના પાવન પર્વે તેઓ પોતાની ગુજરાતની પાવન માતૃભૂમિ પર પધાર્યા હતા તેઓ એ સૌ પ્રથમ પોતાના પ્રાઈવેટ જેટ પર થી.
નીચે ઉતરતા જ ધરતી ને નમીને વંદન કર્યા હતા માતૃભૂમિ પ્રત્યેનું આ લગાવ આ પ્રેમ જોતા લોકો ખુશ થયા હતા મુકેશ અંબાણી પોતાના પરિવારજનો સાથે સોમનાથ દાદાના શરણમાં પહોંચ્યા હતા તેઓ ની સાથે ખાશ સિક્યોરિટી જોવા મળી નહોતી તેઓ મંદિરમા સામાન્ય કપડાઓ માં ભાવાત્મક લાગણીઓ સાથે પહોંચ્યા હતા.
સોમનાથ મંદિર માં મહાદેવ ના ચરણોમાં તેમને શિશ નમાવી પુજા અર્ચના કરી હતી તેઓ મંદિરના સાનિધ્યમાં ખુબ લાંબો સમય સુધી રોકાયા હતા અને તેમને મંદિરમા યોગદાન આપી ને વિદાય લીધી હતી તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી સાથે તેઓનો સામાન્ય લુક લોકોને ખુબ પસંદ આવ્યો હતો.