Cli
redbus success story

એક વાર ચૂકી ગયા હતા બસ ! આ વાત દિલ પર લાગી આવી તો ઊભી કરી દીધી કરોડોની કંપની રેડબસ…

Story

આપણે આપણા દૈનિક જીવન દરમ્યાન ઘણીવાર એમ કહેતા હોઈએ છીએ કે કાશ આ વસ્તુ હોત તો આજે મને આટલી મહેનત ન કરવી પડી હોત આપણે દરેક કાર્ય વગર પરિશ્રમએ કરવા માંગીએ છીએ અને નવા નવા વિચારો દિમાગમાં લાગીએ છીએ તેવી જ રીતે એક વ્યક્તિએ આવો વિચાર કરીને નવો કારોબાર આપણી સમક્ષ લાવ્યો ચાલો જાણીએ તે વ્યક્તિ વિશે કઈ રીતે તેમના દિમાગમાં આ વિચાર આવ્યો અને તેમણે કઈ રીતે તેનું સમાધાન કર્યું.

વર્ષ 2005માં ફનિન્દ્ર સામા બેંગલુરુથી દિવાળીની છુટ્ટીઓ પર પોતાના ઘરે જવા માટે ઇચ્છતા હતા ત્યારે તેમણે ખૂબજ ભારે ટ્રાફિકના લીધે ટિકિટ ન મેળવી શક્યા અને તેમના ઘરે ન પહોંચી શક્યા ત્યારે તે નિરાશ થઈને ઘરે આવ્યા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે હવે તેમના દિમાગમાં આવનારો વિચાર તેમની જિંદગી બદલી નાખશે તથા દેશના બીજા લોકો માટે તે વિચાર મદદરૂપ થશે.

તેમણે તેમના આ વિચારની તેમનાં બે મિત્ર રાજુ અને ચરન સાથે ચર્ચા કરી ત્યારબાદ તેમણે ઘણા લોકો સાથે વિચાર-વિમર્શ કરીને આ કારોબાર ચાલુ કરવાનો નિર્ણય લીધો તે સમયે ભારતમાં નેટવર્ક ચાલુ થયું હતું અને તેનો આ કારોબારમાં વધારે ઉપયોગ થયો ઓનલાઇન વસ્તુઓ માટે નેટવર્ક હોવું કેટલું જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ ત્રણે મળીને પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા અને બુકિંગ પોર્ટલ તૈયાર કર્યું તે જે ઘરમાં રહેતા હતા તેમાંથી એક રૂમ ને તેમણે ઓફિસ બનાવી પરંતુ અહીંયાં મુશ્કેલી એ હતી કે કોઈ એજન્ટ તેમનો વિચાર સમજી ન શકતો હતો અને કોઈ તેમના સાથે જોડાવવા માંગતા ન હતા.

વર્ષ 2004 ઓગસ્ટમા તેમને 4 સીટ બુક કરવાનો ઓર્ડર મળ્યો ત્યારબાદ તેઓ it કંપનીના બહાર ઊભા રહીને તેઓએ કાર્ડ વેચવાના શરૂ કર્યા અને થોડા જ દિવસોમાં તેમની બધી સિટ્સ બુકિંગ થઇ ગઇ હતી જ્યારે લોકોને તેમની સર્વિસ ખૂબ જ વધુ પસંદ આવવા લાગી ત્યારે તેઓ તેમના મિત્ર સગા-સંબંધીઓને બોલવા લાગ્યા જેથી આ વેપારને સફળતા મળવામાં મદદ થઈ.

2007માં તેમને ત્રણ કરોડનું ફંડ મળ્યું હતું કંપની તેજીથી સફળતાના શિખરે પહોંચી રહી હતી 2009માં 2.7 millionનું ફંડ મળ્યું ત્યારે કારોબારમાં ખૂબ જ તેજી આવી જ્યારે રેડ બસની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓએ સોચ્યુ હતું કે આગળ જતાં તેઓ ૧૦૦ પ્રચાલક રાખશે પરંતુ કંપનીએ ટૂંક સમયમાં એટલી સફળતા પ્રાપ્ત કરી કે 400 રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા તેઓએ ટૂંક સમયમાં સફળતા પ્રાપ્ત કરી હતી અને આજે રેડબસ ઇન્ડોનેશિયા કોલમ્બિયા મલેશિયા અને સિંગાપુર જેવા ઘણા દેશોમાં સર્વિસ આપે છે હમણાં સુધીમાં તેમણે ૯૦ લાખ લોકોને તેમની સર્વિસ આપવામાં સફળ થયા છે 2016માં આઇબીબો ગ્રુપ એ રેડ બસને ૬૦૦ કરોડમાં ખરીદી આમ ત્રણ મિત્રોએ મળીને એક વિચારને અસલ જીંદગીમાં કારોબર તરીકે દુનિયા સમક્ષ લાવ્યો અને ટૂંક સમયમાં સફળતાના શિખરે પહોંચ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *