જ્યારે આપણા મનમાં ઘણા વિચારો ઘર કરી લે અને આપણા દિમાગમાં વિચારોના કાફલા ફરવા લાગે ત્યારે અશોક ખાડેની કહાની પ્રેરણાત્મક રીતે આપણા વિચારો નો જવાબ આપે છે અને જીવનમાં કંઇક કરી બતાવવાની સીખ આપે છે જે વ્યક્તિ જીવનમાં ક્યારેય ગભરાય નહીં અને મહેનત કરતો રહે સફળતા તેનાજ હાથે આવે છે તેવી જ કહાની અશોક ખાડેની છે ચાલો જાણીએ તેમની કહાની વિશે.
અશોક ખાડેનો જન્મ સાંગલી જિલ્લાના એક ગરીબ પરિવારમાં થયો હતો તેમના પિતા રેલ્વે સ્ટેશનની બહાર મોચી નું કામ કરતા હતા તેમની માતા ખેતરોમાં મજુરીનું કામ કરતા હતા અને હવે અશોક ખાડે ડિવિઝન ઓફ દાસ ઓફશોર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના એમ.ડી છે જ્યારે અશોક પાંચ વર્ષના હતા ત્યારે તેમને લોટ દડાવવા માટે બહાર મોકલ્યા હતા અને વરસાદ આવતો હોવાથી તે પડી ગયા અને પૂરો લોટ ઢોળાઈ ગયો હતો.
ત્યારે તેમની માતા ખૂબ જ રડ્યા હતા કારણકે તેમના પાસે કઈ તેમને ખવડાવવા માટે ન હતું ત્યારે તેમની માતા આજુબાજુ થી કંઈક તેમના ખાવા માટે લઈને આવ્યા અને તેમને ખવડાવ્યા અને તે પોતે ખાલી પેટે સુઈ ગયા ત્યારે અશોકને ખૂબ જ દુઃખ થયું ત્યારે અશોકએ ઠાની લીધું હતું કે હું મારા પરિવારને આ ગરીબીમાંથી બહાર કાઢીને જ રહીશ.
બોર્ડમાં પાસ થયા પછી અશોક તેના મોટાભાઈ પાસે મુંબઈમાં આવ્યા તેમના ભાઈ માઝગાવ ડોક શિપબિલ્ડરસ લિમિટેડમાં કામ કરતા હતા અશોકએ તેમના સહારે પહેલા વર્ષની ભણતર પૂરી કરી ત્યારબાદ તેના ભાઈએ કહ્યું કે તે અશોકના ખર્ચા નહી ઉઠાવી શકે ત્યારે અશોકને ભણતર છોડી ને કામ કરવું પડ્યું તે તેમના ભાઈ સાથે જ કામ કરવા લાગ્યા.
અશોકની હાથ લખાણ ખુબ જ સરસ હતું તેથી આગળ જતાં તેને શિપ ડિઝાઇનિંગનું કામ આપવામાં આવ્યું આગળ જતા અશોકને 300 રૂપિયા પગાર આપવામાં આવતો હતો પરંતુ અશોક તેનાથી સંતુષ્ટ ન હતા તે મેકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરવા માંગતા હતા તે કર્યા બાદ તે આઇ.ટી કંપનીમાં જોડાયા ત્યાં તેમને જોવાનું હતું કે જહાજ ડિઝાઇન અનુસાર બનાવવામાં આવે છે કે નહીં તે કામથી તેમને એક વાર જર્મની મોકલવામાં આવ્યા.
ત્યાં તેમણે જર્મન ટેકનોલોજીને ખૂબ જ માહિતી મેળવી અને તેમણે શોચ્યું કે હું આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મારો કારોબાર શરૂ કરીશ શરૂઆતમાં પૈસાની તંગીને કારણે તે નાના-નાના કામ કરતાહતા પણ આગળ જતાં તેલનો કૂવો ખોદવા ના કામ કરવાથી તેમને વધારે કમાણી થઈ અને ધીરે ધીરે તે સફળતા પ્રાપ્ત કરવા લાગ્યા હવે તેમની કંપનીમાં ઓએનજીસી બ્રિટિશ ગેસ, હયુંનદઈ જેવી કંપનીઓ જોડાયેલી છે આ કંપનીએ ઘણા સમુદ્ર ઉપર પોતાના પ્રોજેક્ટ બનાવ્યા છે અને હવે કંપનીમાં પાંચ હજાર કરતા પણ વધારે કર્મચારીઓ છે.