નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચાર એ છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને જે અલર્ટ આપ્યું હતું હવામાન વિભાગે એ પ્રમાણે જ ખૂબ વધારે વરસાદ ગુજરાતના મોટા ભાગના હિસ્સાઓમાં વરસી રહ્યો છે મહીસાગર નદીને કારણે આખું સિંધરોડ ગામ પાણીમાં ડૂબી ગયું વડોદરાના પણ અમુક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ પંચમહાલમાં ખૂબ વધારે વરસાદ વરસ્યો અરવલ્લીમાં અલર્ટ છે મહીસાગરમાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે
બનાસકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે અને આવતી કાલ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના હિસ્સાઓમાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે. જિલ્લા પ્રમાણે આગાહી વિશે વાત કરી લઈએ. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ અને વલસાડ આટલા જિલ્લાઓમાં આજની તારીખે રેડ અલર્ટ અપાયેલું છે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, ડાંગ, નવસારી આ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ અલર્ટ છે અને બાકીના વિસ્તારોમાં યલ્લો અલર્ટ તો અપાયેલું છે.
સૌથી મહત્વની વાત વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી કોઈપણ એરિયા કે જ્યાં ડેમ આવેલા છે મોટા અથવા જ્યાં પર્વતો આવેલા છે ત્યાં સ્થિતિ એ છે. ઉદાહરણ તરીકે જુનાગઢમાં જેટલો વરસાદ પડે એનાથી ત્રણ ગણો વરસાદ ગિરનાર પર પડે અને બધું પાણી છેલ્લે જુનાગઢ પર આવે તો જૂનાગઢમાં જેટલો વરસાદ નોંધાય એના કરતાં ખૂબ વધારે અસર એની જોવા મળે. વડોદરામાં પણ એવું છે કે પંચમહાલમાં કે દાહોલમાં જે વરસાદ પડે પાવાગઢથી બધું જ પાણી અહીંયા આવતું હોય છે એટલે જેની ખૂબ વધારે તીવ્રતાથી અસર દેખાતી હોય છે મહીસાગરની કાંઠાનો વિસ્તાર જેટલો મહીસાગર નદીના કાંઠાના જેટલા એરિયાઓ છે એ બધા એરિયામાં ખૂબ વધારે અસર વરસાદની એટલે દેખાઈ રહી છે કેમ કે પાણી છોડવામાં આવ્યું કડાણા
ડેમમાંથી બાકીના વિસ્તારોમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યું એટલે મહીસાગરમાં અત્યારે ફુલ પાણીની આવક છે. 7 સપ્ટેમ્બરે રવિવારે કયા જિલ્લાઓમાં રેડ અલર્ટ છે? કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અરવલ્લી, બનાસકાંઠા સહિતના આટલા વિસ્તારોમાં આજે પણ ખૂબ વધારે વરસાદ છે. આવતી કાલે પણ રેડ અલર્ટ છે. આવતી કાલે કચ્છમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને મહીસાગર ત્યાં ઓરેન્જ અલર્ટ છે અને બાકીના વિસ્તારોમાં યલ્લો અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સીઝનના વરસાદની વાત કરવી છે.
કેટલો વરસાદ પડ્યો અત્યાર સુધીમાં દરેક વખતની જેમ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડે છે ગુજરાતનું આખું આખી ગુજરાતની વોટર સાયકલ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન બહુ જ રસપ્રદ છે ગુજરાતનો 85 થી 90% પાણીના સ્ત્રોત અને બાકીનું બધું એ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલું છે વસ્તી એટલી નથી ત્યાં સરખામણીએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છનો જે વિસ્તાર છે એમાં બનાસકાંઠા વાળો આખો ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્ર અને કચ્છનો હિસ્સો એની પાસે પાણી ઓછું હોય છે વરસાદ જો કે બધી જગ્યાએ 100ટ જેટલો તો પૂરું થશે ત્યાં સુધીમાં પડી જશે એમે
ભાદરવો ભરપૂર રહેતો હોય છે કચ્છમાં 92.55% વરસાદ નોંધાઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં 98.25% 103.58% મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં 88.11% અને દક્ષિણ ગુજરાતમાં 105.44% 44% આટલો વરસાદ નોંધાયો છે આ બંને આમ તો આટલા આવવા જોઈએ આ પણ ઠીક છે આ આ રીતે વરસાદ નોંધાયેલો છે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે અને હજી વધુ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી કહી રહી છે એ પ્રમાણે બે દિવસ ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે એક સિસ્ટમ છે કે જે બની છે કચ્છના સૌરાષ્ટ્રના ભાગોની ઉપર એ પણ જો વધારે તીવ્ર બનશે ને એને એનું
અનુકૂળ વાતાવરણ મળે છે તો હજી વધારે વરસાદ વરસવાની સંભાવના છે અપેક્ષા રાખીએ કે તમે અલર્ટ રહો સાવધાન રહો અને વરસાદની મુશ્કેલીઓથી બચીને રહો એકબીજાને મદદ કરતા રહો સાચી માહિતી પહોંચાડતા રહો ખોટા મેસેજ અને ખોટી અફવાઓથી સાવધાન રહો નમસ્કાર