આર્યન ખાન પાવડર કેસમાં પકડાતા છેલ્લા કેટલાય દિવસોથી જેલની હવા ખાઈ રહ્યો છે જેમાં આજનો કાલ દિવસ કિરને હજુ સુધી આર્યનને જામીન મળ્યા નથી આર્યન ખાન જ્યારથી પાવડર કેશમાં પકડાયા ત્યારથી પિતા શાહરૂખ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે જેમાં હમણાંજ બાયજશ નામની લર્નિંગ દ્વારા આપવામાં આવતી એડ પણ હવેથી નહીં આપવામાં આવે એવું એ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આજે આર્યન ખાન ક્રૂઝ રેવ!પાર્ટી કેસને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે NCB એ આ મામલે કોર્ટ પાસેથી થોડા વધુ દિવસો માંગ્યા છે કારણ કે તેમની તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન રજૂ કરવામાં આવ્યું નથી જેના કારણે આજની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે હવે આ કેસમાં સુનાવણી 13 ઓક્ટોબરે બપોરે 2:45 વાગ્યે થવાની છે.
આ મામલાની સુનાવણી એનડીપીએસ કોર્ટમાં થવાની છે હવે જોવાનું એ રહેશે કે આર્યન ખાનને બુધવારે જામીન મળેછે કે નહીં તો તેમને અત્યારે પણ જેલમાં રહેવું પડશે શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલી પાર્ટીમાંથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો પણ સમાવેશ થાય છે ત્યારના એનસીબી કસ્ટડીમાં હતો અને બાદમાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.