Cli

કચ્ચા બદામ ફેમસ ભુપન બડયાકર નો થયો ભયાનક અકસ્માત હાલત ગંભીર…

Bollywood/Entertainment Breaking

કચ્ચા બદામ ગીતના લોકપ્રિય સિંગર ભુપન બડયાકરને લઈને અત્યારે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે ભુપનનો અકસ્માત થઈ ગયો છે અને એમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભુપન હાલ પશ્ચિમ બંગાળના વીરભૂમના એક હોસ્પિટલમાં એડમિટ છે આજતક મુજબ ભુપન એક સેકન્ડ હેન્ડ.

કાર ચલાવતા શીખી રહ્યા હતા અને આ દરમિયાન ગાડી ટ!કરાઈ ગઈ અને માથાથી લઈને કેટલીયે જગ્યાએ લાગી ગયું આ અકસ્માતની ખબર લોકોને લાગી ત્યારે હાહો મચી ગઈ ભુપનને જોવા ભીડ એકઠી થઈ ગઈ અને ભુપનને ખુરસીમાં બેસાડીને હોસ્પ્ટિલ સુધી લઈ જવામાં આવ્યા આ અકસ્માતથી ભુપનનો પરિવાર ડરેલ છે.

ખાસ કરીને એમની પત્ની ખુબજ પરેશાન છે ભુપનન બે પુત્રો અને એક પુત્રી છે અને અત્યારે તેઓ એમની સાથે હોસ્પિટલમાં છે અકસ્માત સર્જાયો ત્યારે ભુપન કાર શીખી રહ્યા હતા કે જૂની કાર લેવા માટે ગાડી ચલાવી રહ્યા હતા તેના વિષે કોઈ જાણકારી મળી નથી અત્યારે ભુપન એમના ગીતથી પુરા દેશમાં જાણીતા બન્યા છે.

એમનું ગીત કચ્ચા બદામ પણ પ્રોફેશનલ રિલીઝ થઈ ચૂક્યું છે જેને મિલિયનોમાં વ્યુ મળી રહ્યા છે તેઓ મોટી મોટી પાર્ટીઓ માં બોલવામાં આવી રહ્યા છે તમને યાદ હોય તો બચપન કા પ્યાર ફેમસ સહદેવ સાથે આવી ઘટના બની હતી અત્યારે તો ભુપન હોસ્પિટલમાં દાખલ છે તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *