સેટ પર હીરોઈન ફક્ત 8 કલાક જ કામ કરશે — દીપિકા પાદુકોણની આ માંગને કારણે તેને સાઉથ ઈન્ડસ્ટ્રીની બે ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવી હતી. પહેલી ફિલ્મ હતી સ્પિરિટ અને બીજી કલ્કિ, જેના દીપિકા પહેલાથી જ ભાગરૂપ હતી.
હવે દીપિકા પાદુકોણે આ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે —“લોકો કહે છે કે 8 કલાકની ડિમાન્ડ રાખીને હું વધુ માગું છું, પણ લોકોને કહેવા દો. હકીકત એ છે કે જો મારી જેમ ટોપ એક્ટ્રેસ કહે છે કે સેટ પર એવી પરિસ્થિતિ હોય છે કે કોઈપણ વ્યક્તિએ 8 કલાક પછી ઘરે જવું જ જોઈએ, તો વિચારો કે રોજિંદા મજૂરી કરતા લોકો —
સ્પોટ બોય્સ કે ક્રૂ મેમ્બર — તેમની શું હાલત થતી હશે.”દીપિકાએ આગળ કહ્યું — “હું જે માગ કરી રહી છું એ કોઈ નવી વાત નથી. પુરુષ કલાકારો તો વર્ષોથી 8 કલાકની શિફ્ટમાં જ કામ કરે છે. પરંતુ જ્યારે મહિલા કલાકારોએ આ માગ કરી ત્યારે વિવાદ કેમ થયો? કેટલાંક પુરુષ કલાકારો તો સોમવારથી શુક્રવાર સુધી જ કામ કરે છે અને શનિવાર-રવિવાર રજા રાખે છે.”દીપિકાએ વધુમાં કહ્યું — “હું શાંતિથી મારી રીતે લડી રહી છું —
ભલે તે મહિલા કલાકારોના વર્કિંગ અવર્સ અંગે હોય કે પુરુષ અને મહિલા કલાકારોની પેમેન્ટ સમાનતા અંગે. પણ ઘણી વાર આ બાબતો બિનજરૂરી રીતે મોટો મુદ્દો બની જાય છે અને હેડલાઇન્સમાં ચડી જાય છે.”
તમને જણાવી દઈએ કે દીપિકાની 8 કલાકની શિફ્ટની માંગને ઘણા લોકોએ ખોટી ગણાવી છે. હકીકતમાં, રાણી મુકર્જીએ તાજેતરમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે “જો તમને જમતું નથી તો કામ ન કરો. દરેક પોતપોતાની રીતે કરે છે.” તેમનું માનવું છે કે 8 કલાકની શિફ્ટ અન્યુઝ્યુઅલ છે.