Cli

રણબીર કપૂર-કેટરિના કૈફના ખાનગી ફોટા લીક, નજીકના મિત્રએ દગો આપ્યો?

Uncategorized

બિકિનીમાં કૅટરીના કૈફ અને શર્ટલેસ રણબીર કપૂરની પ્રાઈવેટ તસવીરોને લઈને એક વખત ફરી બોલિવૂડમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. એક સમયના આ એક્સ કપલની લવ સ્ટોરી કોઈથી છુપાયેલી નથી. રાહના પિતા રણબીર અને વિહાનની મમ્મી કૅટરીના ક્યારેક એકબીજાના પ્રેમમાં દીવાના હતા. ડેટ નાઇટથી લઈને વેકેશન સુધી તેઓ ઘણીવાર સાથે જોવા મળતા અને તેમનો સંબંધ હંમેશા ચર્ચામાં રહેતો.સાલ 2013માં એક મોટો વિવાદ ઊભો થયો હતો,

જ્યારે બંનેની ઇબિઝા વેકેશન દરમિયાનની પ્રાઈવેટ તસવીરો વાયરલ થઈ ગઈ હતી. બીચ પર સાથે સમય પસાર કરતી અને એકબીજાની બાહોમાં નજર આવતા આ ફોટોઝે ભારે સનસની મચાવી હતી. તે સમયે પ્રાઈવસીના ભંગને લઈને ઘણો હંગામો થયો હતો.હવે લગભગ 13 વર્ષ પછી, જાણીતા ફોટોગ્રાફર મનવ મંગલાનીએ એક પોડકાસ્ટમાં દાવો કર્યો છે કે

આ તસવીરો કોઈ પરદેશી ટૂરિસ્ટ કે પાપારાઝી દ્વારા નહીં, પરંતુ કપલના જ કોઈ નજીકના વ્યક્તિ દ્વારા લીક થઈ હતી. તેમણે નામ જાહેર કર્યું નથી, પરંતુ જણાવ્યું કે કોઈ નજીકના વ્યક્તિએ જ લોકેશન અને હાજરીની માહિતી ફોટોગ્રાફર્સ સુધી પહોંચાડી હતી. તેમનું કહેવું છે કે આવી વાતો વહેલી કે મોડે બહાર આવી જ જાય છે.

આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા તેજ થઈ ગઈ છે. કેટલાક લોકો ડાયરેક્ટર અયાન મુખર્જી અંગે અંદાજો લગાવી રહ્યા છે, કારણ કે તે સમય દરમિયાન તેઓ રણબીર અને કૅટરીનાના નજીક ગણાતા હતા અને ઇબિઝા ટ્રિપ દરમિયાન પણ હાજર હતા. જોકે, આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને આ બધું માત્ર ચર્ચા સુધી સીમિત છે.રણબીર અને કૅટરીનાએ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ પોતપોતાની રાહ પસંદ કરી લીધી હતી. હાલમાં રણબીર કપૂર પોતાની પત્ની આલિયા ભટ્ટ અને દીકરી રાહ સાથે ખુશ જીવન જીવી રહ્યા છે, જ્યારે કૅટરીના કૈફ પણ પોતાના પતિ વિકી કૌશલ સાથે લગ્નજીવનનો આનંદ માણી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *