Cli

૪૧ વર્ષીય રાજકુમાર રાવ વૃદ્ધ થઈ રહ્યા છે? દેખાવ બદલાઈ ગયો!

Uncategorized

બોલીવુડ અભિનેતા Rajkummar Raoને લઈને હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તેમનો વધેલો વજન, સૂજાયેલો ચહેરો અને માથાના ઓછા થયેલા વાળ જોઈને ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. 41 વર્ષની ઉંમરે તેઓ ઘણાં વધુ વૃદ્ધ દેખાતા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે

.તાજેતરમાં રાજકુમાર રાવ મુંબઈમાં યોજાયેલા એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં નજર આવ્યા હતા. આ ઇવેન્ટમાં તેઓ ઓલ બ્લેક લુકમાં, દાઢી-મૂછ અને ચશ્મા સાથે જોવા મળ્યા. તેમનો આ બદલાયેલો દેખાવ કેમેરામાં કેદ થતા જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો ચિંતિત બની ગયા.

ઘણા લોકોએ તેમના લુકને કોઈ ગંભીર બીમારી સાથે જોડવાનો પ્રયાસ કર્યો, તો કેટલાકે ટેન્શન અથવા વ્યક્તિગત કારણો ગણાવ્યા. કેટલાક યુઝર્સે તો સીધો સવાલ પણ કર્યો કે શું અભિનેતાને કોઈ આરોગ્ય સમસ્યા છે? બીજી તરફ, કેટલાક લોકોએ આ લુકને તેમના આવનારા પ્રોજેક્ટ સાથે જોડ્યો છે.

ખબર એવી પણ સામે આવી રહી છે કે રાજકુમાર રાવએ આ બદલાયેલો દેખાવ ભારતીય ક્રિકેટર Sourav Gangulyની બાયોપિક માટે અપનાવ્યો હોઈ શકે છે. જો આ સાચું હોય, તો તેઓ આ ફિલ્મ માટે પોતાના શરીર અને લુકમાં ફેરફાર કરી રહ્યા હોય શકે છે.હાલ સત્ય શું છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. શક્ય છે કે આવનારા દિવસોમાં રાજકુમાર રાવ પોતે જ પોતાના આ નવા લુક વિશે ખુલાસો કરે. ચાહકો હવે તેમની સ્પષ્ટતા માટે રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *