સંતવાણી કે લોક ડાયરાએ ભારત દેશમાં પ્રાચીન સમય થી ચાલી આવતી પરંપરા છે. એક સમયે આસપાસના ગામના લોકો રાત્રે એક જગ્યા પર ભેગા મળી ભાનિક પાસેથી કે લોકગીતોના જાણકાર પાસેથી ગીતો સાંભળી આખી રાત પસાર કરી દેતા હતા. આજના યુગમાં શહેરોમાં રોક મ્યુઝિક અને રેપ મ્યુઝિક નો ક્રેઝ વધતા આ લોકડાયરા નું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે.
જો કે હાલમાં પણ ગુજરાતમાં અમુક લોકો એવા છે જેમને આ લોકડાયરાની કળાને સાચવી રાખી છે અને એટલું જ નહિ આ કલાને તેમને મોટા શહેરો અને વિદેશોમાં પણ પ્રચલિત કરી છે. જેમના એક છે રાજભા ગઢવી. ચોપડીનું કોઈ જ્ઞાન ન હોવા છતાં આ કલાકારનો બુલંદ અવાજ આજે વિદેશોમાં પણ ગુજરાતનું નામ ઉજાળે છે.
હાલમાં જ રાજભા ગઢવી એક લોકડાયરાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મુંબઈમાં વસઈ ખાતે પદ્મશ્રી સિદ્ધિયોગ પીઠ ગુરુધામ, અને સનાતન ગૌશાળા ફાઉન્ડેશન દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં અલ્પાબેન પટેલ, જીતુ ભાઈ અને રાજભા ગઢવી જેવા કલાકારો હાજર રહ્યા હતા. આ ડાયરાની શરૂઆત જીતુભાઈ ના ભજનો થી કરવામાં આવી હતી.
જો કે એ બાદ રાજભા ગઢવી એ પોતાની લોક વાર્તાઓ, દ્રષ્ટાંતો અને લોકગીતો દ્વારા ડાયરામાં રમઝટ બોલાવી હતી. રાજભા ગઢવી એ ડાયરામાં હાજર સૌ કોઈ લોકોને સનાતન ધર્મ ને સાચવવા , તેને આગળ લઈ જવા માટે સલાહ આપી હતી .તેમને કહ્યું કે એક સમયે સાંજની આરતી સમયે લોકો પાણી પણ ન પીતા હતા જ્યારે આજે આપણે પાણીપુરી ખાવાની વાતો કરતા થઈ ગયા છીએ.તેમને કહ્યું કે આપણે સનાતન ધર્મ માટે બીજું કંઈ કરી શકીએ કે નહીં પરંતુ આવા કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ.
જે બાદ તેમને ત્યાં હાજર સંતોના આશીર્વાદ લઈ લોકગીતોની શરૂઆત કરી હતી. તેમના લોકગીતોની શરૂઆત થતા જ તેમના પર પૈસા નો વરસાદ થવાની શરૂઆત થઈ ગઈ હતી. ખાસ વાત તો એ છે કે આ ડાયરામાં એક વ્યક્તિ રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવી ના ફોટા વાળી ટીશર્ટ પહેરીને ડાયરામાં પહોચ્યા હતા. પોતાના આવા ચાહકને જોતા જ રાજભા ગઢવી એ તેના વખાણ કર્યા હતા.
જણાવી દઈએ કે ડાયરામાં રાજભા ગઢવીએ છોગાળા તારા . ગીત ગાઈને લોકોને ખૂબ મોજ કરાવી હતી.વાત કરીએ રાજભા ગઢવીના જન્મ વિશે તો આમ તો સૌ કોઈ તેમના વિશે જાણતા જ હશે. તેઓનો જન્મ તુલસીશ્યામ નજીક આવેલ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો.રાજભા ગઢવી પાસે કોઇ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી પણ તે સૌરાષ્ટ્રની લોકશૈલી અને લોકબોલીના ગીતો,છંદ,સપારખાં પ્રભાવી રીતે ગાઇ શકે છે.રાજભા ગઢવી પશુ પ્રેમી છે અને આટલા રૂપિયા હોવા છતાં આજે પણ ગામના ઘરે હોય ત્યારે ભેંસો ચરાવવા જાય છે.