કચ્ચા બદામ ગીત ગાઈને રાતો રાત સ્ટાર બનેલ ભુપન બડયાકર પર પૈસાનો વરસાદ થઈ ગયો છે જેનાથી ભુપનને ફરિયાદ હતી તે એટલા દિવસો રાહ જોયા બાદ હવે દૂર થઈ ગઈછે જે કંપનીએ ભુપનથી ગીત ગવરાવ્યું હતું હવે એ કંપનીએ ભુપનને લાખો રૂપિયાનો ચેક આપ્યો છે અત્યારે દુનિયાના ખૂણે ખૂણે ભુપનના ગીત પર લોકો નાચી રહ્યા છે.
ગયા દિવસોમાં ભૂપને આજ્તકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમણે એક મ્યુઝિક સ્ટુડિયો સાથે ગીત શૂટિંગ કર્યું છે પરંતુ એમને તેના પૈસા નથી મળ્યા ભૂપને કહ્યું કે એમની જોડે જે પણ આવે છે વિડિઓ શૂટિંગ કરીને ચાલ્યું જાય છે પરંતુ એમને પોતાનો હક નથી મળતો જોત જોતા આ ખબર સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ.
લોકો માંગ કરવા લાગ્યા કે ભુપનને એમનો હક આપી દેવામાં આવે એટલુંજ નહીં બહારથી ભુપનને મળવા આવતા લોકોને ગામ લોકોએ મળવાની મનાઈ કરવામાં આવી પરંતુ હવે એજ મ્યુઝિકે કંપનીએ ભુપનને લાખો રૂપિયા આપ્યા છે તેમના સાથે ભૂપને કચ્ચા બદામ રિમિક્સ વર્જન રેકોર્ડ કર્યું હતું ગુરુવારે.
મ્યુઝિક કંપની તરફથી ભુપનને ત્રણ લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને તેના સાથે એ કંપનીએ કોન્ટ્રાક પણ સાઈન કર્યો મ્યુઝિકે કંપનીએ કહ્યું કે એમના તરફથી ભુપનને પહેલાજ દોઢ લાખ આપી દેવામાં આવ્યા હતા બાકીના પૈસા આગળના અઠવાડિયે આપવામાં આવશે પૈસા મળવાથી ભુપનની ખુશીનો કોઈ પાર નથી.