પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો અવનવી તરકીબ અજમાવતા હોય છે ઘણા એવા લગ્ન પણ ગુજરાતમાંથી સામે આવ્યા છે જેમાં હાથી લઈને કોઈ પરણવા જાય છે તો કોઈ હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચે છે આ દેખાડા ની દુનિયામાં સૌ કોઈ અવનવા પ્રકારે પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે.
એ વચ્ચે તાજેતરમાં ખૂબ જ ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે લોક ડાયરામાં નોટોનો વરસાદ જોવા મળે છે એ પણ માત્ર કોઈ એક કલાકાર ની ઉપર પરંતુ અહીંયા મામલો ખૂબ વિચિત્ર સામે આવ્યો છે મહેસાણા નો એક સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં લગ્ન પ્રસંગે વરઘોડા દરમિયાન મકાનના છત પર ચડીને ચાર પાંચ યુવકો ચલણી નોટો નો વરસાદ વરસાવી રહ્યા છે એ પણ એક બે નોટો નહીં પરંતુ 500 અને 100 ની નોટોને કાગળની જેમ વરસાવી રહ્યા છે નીચે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યું છે લોકો આ ચલણી નોટો લેવા માટે ધક્કામૂકી કરી રહ્યા છે તો જાણે આભ માંથી વરસાદ વરસતો હોય.
એવી રીતે અહીં નોટોનો વરસાદ વરસતો જોવા મળે છે આ રૂપિયાને ડોલમાં ભરીને તો હાથોથી ઉપરથી ફેંકી રહ્યા છે જેને જોતા લોકો હેરાન રહી ગયા છે આજ સુધી આપણે ફિલ્મોમાં જોયુ હશે કે કોઈ આટલા રુપીયા નો વરસાદ વરસાવી શકે પરંતુ વાસ્તવિક રીતે આ ઘટના સામે આવી છે જેમાં ભારતીય રિઝર્વ બેન્ક નું સાચું નાણું.
ભારતીય ચલણ આજે વરસાદ રુપે મહેસાણાના ચોકમાં વરસતુ જોવા મળ્યું હતું નાના બાળકોથી લઈને મોટા સભ્યો પણ નીચે 500 ની નોટો ઝીલવા માટે ઉભેલા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવ્યો બાદ ઘણા બધા લોકો ટીકા પણ કરી રહ્યા છે તો ઘણા લોકો એ જાણવા માટે આતુર છે કે આટલી સંપત્તિ આ ભાઈ પાસે આવી કેવી રીતે હશે.