Cli

ગુજરાતના આ વિસ્તારોમાં માવઠાની આગાહી? કઈ સિસ્ટમ સક્રિય?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હજુ આગામી દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાક સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડવાનો છે. આ વરસાદ પડવાના કારણો કેટલા છે?

તો આપણે બે દિવસથી જેમ વાત કરીએ છીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સિસ્ટમ અલગ અલગ પસાર થઈ રહી છે. ના કારણે અને બંગાળની ખાડીમાં એક સર્ક્યુલેશન સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની જેના કારણે ગુજરાતના ભાગો પર એની અસર થઈ રહી છે એટલે સીધો વરસાદ એ સિસ્ટમને કારણે નથી પડી રહ્યો પણ ભારતના અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદ પડે છે તો એની અસર થાય છે એ ભેજવાળા વાતાવરણમાં અને ભેજવાળા વાદળો જેમ જેમ ગુજરાત તરફ ખેંચાઈને આવે એમ એમ ગુજરાતમાં વરસાદ પડતો હોય છે એટલે અત્યારે ગુજરાતની સ્થિતિ એવી છે

કે ઉપરના પ્રદેશોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થાય છે એ ધીરે ધીરે જ્યારે આગળ વધે ત્યાં હિમ વર્ષા થતી હોય પછી જે ભેજવાળા વાદળો હોય એ ધીરે ધીરે રાજસ્થાન થઈ અને ગુજરાત તરફ આગળ વધતા હોય છે ને એના કારણે ગુજરાતમાં વરસાદ પડતો હોય છે બંગાળની ખાડીમાં જ્યારે સિસ્ટમ બને છે એની અસર અને બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાં હલચલ થાય અને આખા દરિયાકાંઠાના વિસ્તારોમાં એની અસર થાય એટલે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં એની અસર થાય એટલે એ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતને અસર કરે અત્યારે તમે જુઓ કે હૈદરાબાદમાં ખૂબ વધારે વરસાદ બતાવે છે એ આ સિસ્ટમની ની અસર છે આ સિસ્ટમ જુઓ કેટલી મજબૂત છે

આ લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે કેટલી આગળ વધે છે એટલે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી પહોંચે છે કે કેમ એ જોવાનું છે પણ આ સિસ્ટમની અસરને કારણે આખા દક્ષિણના બધા જ ભાગોમાં એટલે નીચેના જેટલા પણ વિસ્તાર છે જેટલા પણ રાજ્ય છે ત્યાં બધે જ વરસાદ પડી રહ્યા છે અને ગુજરાતમાં હવે સામાન્યથી મધ્યમ સાવ છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે 24 તારીખે આજે સ્થિતિ જોઈએ તો ગઈકાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડ્યો અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડ્યો વડોદરા ગાંધીનગર જેવા વિસ્તારમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે

અને ગુજરાતમાં અત્યારે ભીંડીમાં જોઈએ તો ક્યાંય વરસાદ નથી બતાવી રહ્યા હવામાન વિભાગની જે સેટેલાઈટ મેપ અને જે સાઈટ છે એ શું કહે છે એ પણ જોવું છે આપણે હવામાન વિભાગનો સેટેલાઈટ મેપ આપણે જોઈએ તો તમને આ જે સફેદ કલર દેખાતો હશે એ બધા જ વાદળો છે એ ભેજવાળા વાદળો અહીંયાથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ જે પસાર થઈ રહ્યા છે ઉપરના બધા જ પ્રદેશ લે લદ્દાખ મનાલી આ બધા જ વિસ્તારોમાં હીમવર્ષા થઈ રહી છે. ગુજરાતમાં ક્યાં વાદળો છે એ પણ જોઈએ તમે આપણે ઝૂમ કરીને જોઈએ તો દેખાય કે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગમાં કચ્છના અમુક ભાગમાં મધ્ય ગુજરાત એટલે મધ્યપ્રદેશની બોર્ડર સાથે લાગેલા વિસ્તારોમાં રાજસ્થાનની બોર્ડરના વિસ્તારોમાં તમને વાદળો દેખાતા હશે એટલે આ આખો વિસ્તાર જે છે

એટલે મધ્ય ગુજરાતમાં આજે પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડે એવી સંભાવના છે એ વાદળો જે ઘેરાયેલા છે એ વરસાદ વરસાદ લઈને આવશે એ કેટલા એચપીએ લેવલ ઉપર છે એ પણ જોવાનું હોય છે એટલે એ કેટલા ઉપર છે એની અસરો પણ એ રીતના થતી હોય બાકી ઉપર બહુ બધો વરસાદ પડતો હોય તો એની અસર સીધી થાય એવી સંભાવનાઓ ઓછી હોય છે એટલે અત્યારે તો આ વાદળો જે બનેલા છે એ વાદળો દેખાઈ રહ્યા છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કચ્છના અમુક ભાગોમાં વરસાદ લઈને આવે તેવી સંભાવના છે. બાકી જે પણ હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત આગાહી કરતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશું. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો. Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *