‘થ્રી ઇડિયટ્સ’નો મિલીમીટર બન્યો તુર્કીનો દામાદ, સાત સમુદ્ર પારની સુંદર હસીના સાથે બંધાયો લગ્નબંધન‘થ્રી ઇડિયટ્સ’માં દેખાયેલા મિલીમીટર એટલે કે અભિનેતા રાહુલ કુમાર હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે તુર્કીની યુવતી કેજિબાન દોગાન સાથે સાત ફેરી લઈ શુભ વિવાહ કર્યું છે. 16 વર્ષ બાદ થયેલો રાહુલનો ટ્રાન્સફોર્મેશન અને તેની લગ્ન તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.2009માં આવેલી આમિર ખાનની
સુપરહિટ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ બ્લોકબસ્ટર તો બની જ હતી, સાથે જ ફેન્સના દિલમાં છાપ પણ મૂકી ગઈ હતી. ફિલ્મમાં ઘણા પાત્રોએ ધ્યાન ખેંચ્યું હતું અને ઓછી સ્ક્રીન ટાઈમ હોવા છતાં મિલીમીટરના પાત્રે લોકોને ખૂબ ગમ્યું હતું.હવે આ જ મિલીમીટર એટલે રાહુલ કુમાર પોતાની જીવનસાથી સાથે નવું જીવન શરૂ કરી ચૂક્યા છે. તેમણે પોતાના Instagram પર લગ્નની તસ્વીરો શેર કરતાં લખ્યું કે તેમણે “જિંદગી જીતી લીધી છે”.
લાલ ઝગમગતા લગ્નલેબાસમાં કેજિબાન અપ્સરા જેવી લાગી રહી છે, જ્યારે શેરવાણીમાં રાહુલ પણ ખૂબ જાછી રહ્યા છે. બંને એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતાં જોવા મળે છે.લગ્ન પછીની કેટલીક તસ્વીરો પણ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં બંને દિલ્હી શહેરની રસ્તાઓ પર ફરતા દેખાઈ રહ્યા છે. કેજિબાન લાલ રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે જ્યારે રાહુલ સફેદ શર્ટ અને બેઝ ટ્રાઉઝરમાં હેન્ડસમ દેખાય છે.
ચાર્મિંગ કપલે પોતાની 14 વર્ષ જૂની પ્રેમકથા પણ શેર કરી. બંનેએ જણાવ્યું કે તેમની પ્રથમ મુલાકાત ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ને કારણે થઈ હતી. કેજિબાને ફિલ્મ જો્યા બાદ મિલીમીટરનાં પાત્રથી ખૂબ પ્રભાવિત થઈ હતી અને તેણે રાહુલને મેસેજ કર્યો હતો. એ જ એક મેસેજથી તેમની લવ સ્ટોરીની શરૂઆત થઈ. બાદમાં મુલાકાતો વધતી ગઈ અને બંનેને એકબીજા માટે લાગણીઓ ઊગી આવી.
14 વર્ષના લાંબા સંબંધ બાદ આખરે 4 મેના રોજ તેઓએ લગ્ન કરીને પોતાના નવા સફરની શરૂઆત કરી.રાહુલ કુમારને સોશિયલ મીડિયા પર સતત શુભેચ્છાઓ મળી રહી છે અને તેમની લગ્ન તસ્વીરો ચર્ચામાં बनी રહી છે. રાહુલ હાલ પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને ‘થ્રી ઇડિયટ્સ’ બાદ અનેક વેબ સીરિઝ તથા ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે.