શું તમને આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સનો એ ચંચળ અને હોશિયાર છોકરો “મિલીમીટર” યાદ છે? એ જ જે કોલેજ કેમ્પસમાં કપડાં પ્રેસ કરતો અને રેન્ચો તથા તેના મિત્રોનું કામ સહેલું કરતો હતો. હા, એ નાનો પાત્ર જેણે થોડા સમયમાં જ દરેક દર્શકના દિલમાં પોતાની છાપ મૂકી દીધી હતી. એ પાત્ર ભજવનાર અભિનેતા રાહુલ કુમાર હવે મોટા થઈ ગયા છે.
અને રસપ્રદ વાત તો એ છે કે હવે તેઓ ફક્ત સ્ક્રીન પર જ નહીં, પરંતુ હકીકતમાં પણ એક સુંદર પ્રેમકથાનો ભાગ છે.હા, રાહુલ હવે દેખાવમાં હેન્ડસમ હંક બની ગયા છે અને તેમની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે. તો ચાલો, આજની આ વિડિઓમાં જાણીએ રાહુલ વિશે.નમસ્કાર, હું છું કૃતિકા અને તમે જોઈ રહ્યા છો
બોલ્ડ સ્કાય.મિત્રો, રાહુલની વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. તાજેતરમાં સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પોતાની પત્ની કેજિબાન ડોગાન સાથે નજરે પડ્યા. નવી દિલ્હીમાં એક પોર્ટ્રેટ ફોટોગ્રાફરે તેમને જોયા અને સહજ રીતે પૂછ્યું કે શું તે તેમનો પોર્ટ્રેટ લઈ શકે? રાહુલ અને કેજિબાને સ્મિત સાથે હાં કહ્યું.
કેમેરા સામે આવ્યા જ રાહુલના ચહેરા પર એ જ સાદગી અને મીઠાશ ઝલકાઈ ગઈ, જે ફેન્સને ખૂબ ગમી રહી છે. ફોટોગ્રાફરે તેમનું નામ પૂછતાં રાહુલે હસતાં કહ્યું, “હું રાહુલ છું અને આ મારી પત્ની કેજિબાન છે. એ તુર્કીમાંથી છે.” એ સાંભળીને ફોટોગ્રાફર આશ્ચર્યચકિત થઈ ગઈ અને મજાકમાં પૂછ્યું, “ઓહ, એટલે લગ્ન થઈ ગયા?”
ત્યારે કેજિબાને હસતાં કહ્યું, “હા, અમારી શાદી 4 મેના રોજ થઈ.”બંને વચ્ચેનો પ્રેમ અને સ્વાભાવિકતા જોઈને દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું. હાલમાં રાહુલ શું કરે છે તે ચોક્કસ ખબર નથી, પરંતુ તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી જણાય છે કે તેઓ વૉઇસ-ઓવર આર્ટિસ્ટ છે અને સાથે ગાયક પણ છે.હાલ માટે આટલું જ, આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે જોડાયેલા રહો અમારા સાથે.નમસ્કાર.