વરુણ ધવને બતાવી તેની નાની રાજકુમારીની પહેલી ઝલક, ફાધર્સ ડેના અવસર પર તેની લાડકી સાથે પહેલો ફોટો શેર કર્યો, 13 દિવસની નાની દીકરી તેના પિતાની આંગળી પકડીને જોવા મળી હતી. આજના ફાધર્સ ડે પર નવા નવા પિતા બનેલા વરુણ ને ફાધર્સ ડેની શુભકામનાઓ મળી રહી છે.
વરુણ ધવન અને નતાશા દલાલ હાલમાં તેમના જીવનનો શ્રેષ્ઠ અને સુખી તબક્કો માણી રહ્યા છે, આખરે મિસ્ટર અને મિસિસ જુનિયર ધવન તાજેતરમાં જ મમ્મી-પપ્પા બન્યા છે.પિતા બન્યા બાદ વરુણની ખુશીની કોઈ સીમા નથી અને આજે જ્યારે ફાધર્સ ડેનો અવસર પર નવા પિતા આ ખાસ દિવસ પોતાની નાની લાડલી સાથે વિતાવી રહ્યા છે.
વરુણના પિતા બન્યા બાદથી ચાહકો તેની દીકરીના ફોટા જોવા ઉત્સુક હતા , વરુણે ચાહકોની આ ઈચ્છા પૂરી કરવા આજનો દિવસ પસંદ કર્યો. આજના દિવસે દીકરી સાથેનો ફોટો શેયર કરી પોતાને ફાધર્સ ડે ની શુભકામના આપી. આ ફોટામાં લાડલીએ વરુની આંગળી પકડેલી જોવા મળે છે, ફોટામાં વરુણની દીકરીનો સાઇડ ફેસ પણ જોવા મળે છે જેથી એ અંદાજો લગાવી શકાય છે કે તેનો ચહેરો ગોળ છે.
આ ફોટા સાથે વરુણ કેપ્શન પણ લખ્યું છે, જમા તને ફાધર્સ ડે ની શુભકામના આપતા કહ્યું મારા પિતાએ મને શીખવ્યું છે કે આ દિવસને ઉજવવાની સૌથી સારી રીત પરિવાર માટે કામ કરવું છે તેથી હું તેમ જ કરીશ. દીકરીના પિતા બનવાથી વધુ ખુશીની વાત કોઈ હોય જ ના શકે વરુણના આ પોસ્ટ પર તેના ઇન્ડસ્ટ્રીના તમામ ફ્રેન્ડસ કૉમેન્ટ કરીને તેમને ફાધર્સ ડે ની શુભકામનાઓ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વરુણ જ્યારથી પિતા બન્યો છે ત્યારથી તેની આખી દુનિયા તેની દીકરીની આસપાસ ફરે છે.હાલમાં જ સમાચાર આવ્યા હતા કે પિતા બન્યા બાદ વરુણે પોતાની પુત્રી માટે મોટા ઘરમાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે,
રિપોર્ટ્સ અનુસાર, વરુણ અને નતાશા ટૂંક સમયમાં એ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ શકે છે જ્યાં ઋતિક રોશન છેલ્લા ઘણા સમયથી રહે છે.જો કે, આ સમાચાર અંગે વરુણ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી, તમને જણાવી દઈએ કે વરુણ ધવન અને નતાશા દલાલ લગ્નના 3 વર્ષ પછી પેરેન્ટ્સ બની ગયા છે.નતાશાએ 3 જૂને હિન્દુજા હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.