બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા જેમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે જેમનું બૉલીવુડના કેટલાક અભિનેતાઓ સાથે નામ પણ ચર્ચામાં આવ્યું હતું પરંતુ છેવટે પ્રિયંકાએ 2018માં અમેરિકાના ગાયક અને અભિનેતા નિક જોનસ સાથે લગ્ન કર્યા પરંતુ આ ત્રણ વર્ષ બાદ એમના લગ્નજીવન અંતના આરે હોય તે રીતે સંકેત આપ્યા છે.
પ્રિયંકા ચોપડાએ પોતાની ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પ્રિયંકા ચોપડા જોનસ જે નામ હતુ તે હટાવી દીધું છે જેમાં પતિની અટક જોનસ હટાવીને ફક્ત પ્રિયંકા ચોપડા લગાવવામાં આવ્યું છે અહીં કેટલાક પ્રકારે બંનેના લગ્ન જીવનમાં ભંગાણ થતું હોય તે પ્રકારના સંકેત પ્રિયંકાએ ચોપડાએ સોસીયલ મીડિયા દ્વારા આપ્યા છે.
બોલોવુડ સિલીબ્રીટી ખાસ કરીને જયારે પોતાના પાત્ર જોડે અણબનાવ બને ત્યારે તેઓ પોતાના અકાઉંટનમાંથી અટક હટાવવી અથવા ફોટા હટાવે છે અહીં પ્રિયંકા અને નિક જોનસ વચ્ચે પણ કારણ સામે આવ્યું છે બંને વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે થયું છે જેને કારણે બંને વચ્ચે ખીંચતાણ શરૂ થઈ છે.
થોડા સમય પહેલા જયારે દિવાળીના સમયમાં નિક જોનસ અને પ્રિયંકા બંને એકસાથે જોવા મળ્યા હતા કેટલીક વાર બંને પાર્ટી કરતા પણ જોવા મળ્યા હતા પરંતુ આજે પ્રિયંકાએ પતિની સરનેમ હટાવીને બધાને ચોંકાવી દીધા છે અહીં આ સમયમાં બોલીવુડમાં ઘણા કપલના છૂટાછેડાના સમાચાર પણ આવી રહ્યા છે.