Cli

છૂટાછેડાની વાતને લઈને પ્રિયાંક ચોપડાની માં મધુ ચોપડાએ ખોલ્યું રાજ…

Bollywood/Entertainment

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ બંનેના લગ્ન 2018માં થયા હતા પરંતુ ત્રણ વર્ષના લગ્નગાળા બાદ અહીં પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામમાં પોતાના નામની પાછળ પતિની અટક જોનસ હટાવતા બંનેના છૂટાછેડાની વાતોની અટકળો ચાલી રહી છે જેને લઈને પ્રિયંકાની માતા મધુ ચોપડાએ આજે પોતાનું બયાન આપ્યું છે.

પ્રિયંકા સૌથી વધારે પોતાની માંતા મધુ ચોપડાની નજીક છે જેઓ પ્રિયંકાનું કરિયર અને લાઈફ અને પ્રિયંકાનું પ્રોડક્શન હાઉસ પણ તેઓ સાંભળી રહ્યા છે પ્રિયંકાની માતા મધુ ચોપડા પ્રિયંકાની માં સાથે એમની બેસ્ટ ફ્રેન્ડ પણ છે થોડા સમય પહેલા મધુ ચોપડા પ્રિયંકા સાથે વિકેન્ડ માણીને આવી છે જેઓ પ્રિયંકાની જેમજ પહેરવેશમાં હાઈલાઈટ રહે છે.

મીડિયા દ્વારા મધુ ચોપડાને પૂછવામાં આવ્યું હતું કે પ્રિયંકાની જે છૂટાછેડાની વાત ચાલી રહીછે તે સાચું છે ત્યારે મધૂ ચોપડાએ જવાબ આપતા કહ્યું કે બધી અફવાઓ છે વાત તદ્દન ખોટી છે પ્રિયંકા અને નિક જોનસ વચ્ચે કોઈ સબંધ બગડ્યા નથી અત્યારે બંને વચ્ચે સારા સબંધ છે તેવું જણાવ્યું હતું.

પરંતુ મધુ ચોપડાને સરનેમ હટાવવાની વાત ઉપર પૂછતાં તેણે આ બાબતે કઈ પણ જવાબ આપ્યો નહતો ત્યારે આ સવાલ મહત્વનો છેકે પ્રિયંકાએ જોનસ અટક કેમ હટાવવી પડી પ્રિયંકા પણ આ મામલે હજુ સુધી ચૂપ છે એણે પણ હજુ સુધી સરનેમ હટાવવાનું કારણ જણાવ્યું નથી તે હવે આવનાર સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *