Cli
prgyanroverspeed

જાણો ચંદ્ર પર કેટલી રહશે પ્રજ્ઞાન રોવરની સ્પીડ?

Uncategorized

હાલમાં ચારે તરફ ચાલી રહેલી મૂન મિશન, ચંદ્રયાન,પ્રજ્ઞાન રોવર,વિક્રમ લેન્ડર આ તમામ શબ્દો વિશેની ચર્ચા વિશે તમે જાણતા જ હશો. તમે એ પણ જાણતા હશો કેચંદ્રયાન -3 નો હેતુ ચંદ્રની સપાટી પર ખનીજો અંગે જાણકારી મેળવવાનો છે.સાથે જ તમે જાણતા હશો કે હાલમાં પ્રજ્ઞાન રોવર ને ચંદ્રની સપાટી પર લેન્ડ કરી ઈસરો એ મિશન નો એક હેતુ સફળતાપૂર્વક પૂરો કર્યો છે.

 પરંતુ શું તમે જાણો છો કે પ્રજ્ઞાન રોવરનું કાર્ય શું છે?તેમજ તે વિક્રમ લેન્ડરથી કેટલા મીટર દૂર જાઈ શકે છે?હાલમાં સામે આવેલી એક જાણકારી અનુસાર પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી ૫૦૦ મીટરના અંતર સુધી ચંદ્રની સપાટી પર પરીક્ષણ કરી શકે છે.

વાત કરીએ તેના કાર્ય અંગે તો તે ચંદ્રની સપાટીની સામાન્ય સંરચના અંગે તેમજ દક્ષિણ ધ્રુવની રાસાયણિક સંરચના અંગે જાણકારી મેળવશે.આ સાથે જ ચંદ્રની સપાટી પર મેગ્નેશિયમ, એલ્યુમિનયમ જેવી ધાતુઓ છે કે નહિ અને આ ધાતુ કેટલા પ્રમાણમાં છે તે અંગે જાણકારી એકઠી કરી ઈસરો સુધી પહોચાડશે.

આ ઉપરાંત ચંદ્રની સપાટી પર પાણી તેમજ અન્ય કોઈ ધાતુ છે કે નહિ તે વિશે પણ જાણકારી મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *