ગુજરાતમાં સેવાભાવી કાર્ય થકી પોતાનું આગવું નામ ધરાવતા પોપટભાઈ આહીર પોતાના ટ્રસ્ટ માં નિરાધાર માનસિક વિકલાંગ બેસહારા લોકોને આશરા સાથે એમને રોટલો આપે એવા નોધારાનો આધાર પોપટભાઈ આહીર દિવાળીના આ દિવસોમાં સુરત શહેરમાં ગાડી લઈને નીકળ્યા હતા આ દરમિયાન ધંધુકા શહેરથી આવેલ.
દેવીપુજક પરિવાર રસ્તા પર બેઠેલું જણાયું તેમને જોયું તો નાના નાના બાળકો કપડા પહેર્યા વિનાના બેઠેલા હતા તેમને ગાડી બાજુમાં ઊભી રાખીને પૂછ્યું કે દિવાળી કેવી જાય છે ત્યારે પરિવારે જણાવ્યું હતું કે દિવાળી તો સાહેબ મોટા માણસોની હોય અમારા ગરીબ માણસો માટે કેવી દિવાળી બે ટાઈમનું જમવા માટે અમે આ કાળી મજૂરી કરી રહ્યા છીએ.
ખાટલા પલંગ નીચે લાગતા પ્લાસ્ટિકના ડટ્ટા વેચીને ગુજરાન ચલાવી રહ્યા છીએ 100 થી 200 રૂપિયા મળે એમાંથી બાળકોને ખવડાવીએ છીએ પોપટભાઈ આહિરે એમને પૂછ્યું કે તમારે શું જોઈએ છે ત્યારે એમને કહ્યું કે દિવાળીમાં સાહેબ કપડાં અમને લઈ આપો ત્યારે પોપટભાઈ આહીર પોતાની ગાડીમાં બેસાડીને પૂરા.
પરિવારને એક કપડાની દુકાનમાં લઈ જઈને પરિવારજનોને કપડાં લેવડાવ્યા હતા બાળકોને મનપસંદ કપડાં લેવડાવી તેઓ એમને છોડવા માટે આવ્યા હતા અને વૃદ્ધ મહિલાએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે જેવું મારા બાળકોનું પેટ ઠાર્યું એવું તમારું ઠરજો ભગવાન માતાજી તમારું સારું કરે અને સો વર્ષ જીવો એવા હું આશીર્વાદ આપું છું.
પોપટભાઈ આહીર કપડાં સાથે રજાઈ ધાબળા નું વિતરણ પણ કર્યું હતું અને પરિવારજનોને જણાવ્યું હતું કે તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારો સંપર્ક કરજો હું તમને સહાયતા કરવા જરૂર આવીશ એમ કહીને પોતાનો મોબાઈલ નંબર એમને આપ્યો હતો 10 થી 20 લોકોના આ પરિવાર ના ચહેરા પર હાસ્યની લહેર જોવા મળી હતી.
અને બધા ખૂબ જ ખુશ થઈ ગયા હતા પોપટભાઈ આહિરે જણાવ્યું હતું કે જેટલા પણ લોકો આ વિડીયો જુએ છે એમને મારી વિનંતી છે હું દરેક જગ્યાએ લોકોને મદદ કરવા નથી પહોંચી શકતો પરંતુ આપણી આજુબાજુમાં રહેલા લોકોને તમે જરૂર મદદ કરો એક પરિવાર એક વ્યક્તિની જવાબદારી.
જો લોકો લેશે તો આપણા દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જશે પોપટભાઈને દિવાળી ઉજવવાની આગવી શૈલી સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાઈ ગઈ હતી અને લોકો એમના આ કાર્યને ખૂબ જ વખાણી રહ્યા હતા વાંચક મિત્રો આપનો પોપટભાઈ આહીર ની ભાવનાત્મક કાર્ય શૈલી ઉપર શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.