બોલો બોલો બે રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક જ પક્ષનું શાસન અને એક જ પક્ષનું શાસન છતાય વર્ષોથી લોકો એક જ પ્રકારની સમસ્યાઓને લઈને બુમો પાડી રહ્યા છે. એ સમસ્યાઓ જે રોજ લોકોની કમર તોડી રહી છે એ વિકાસ જેના દાવાઓ નેતાઓ કરી રહ્યા છે એવો વિકાસ કે જે દર વરસાદે દર ચોમાસે ધોવાઈ જાય છે એ વિકાસના દર્શન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કર્યા કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ વિડીયો મૂક્યો છે
અને એના પર કટાક્ષ પણ કર્યો છે કે જે સમસ્યાઓ જે પ્રશ્નોને લઈને ગુજરાતની જનતા જે વિકાસને લઈને રોજ બુમોપાડી રહી છે એ રસ્તા પરથી દેશના સૌથી મોટા નેતા પ્રધાનમંત્રી ત્યાંથી નીકળ્યા છે હવે કદાચ ગુજરાતની જનતાનું જે દર્દ છે એની જે સમસ્યા છે એનો અનુભવ પ્રધાનમંત્રી કરી શકશે અથવા તો એ એવું વિચારતા હશે રસ્તા ઉપરથી નીકળ્યા પછી કે હું કેવું ગુજરાત અને કોના હાથમાં ગુજરાત સોંપીને ગયો હતો
એની હાલત કેવા પ્રકારની કરી છે વાત કરીશું આ વિષય પર નમસ્કાર આપની સાથે હું સેજલ વાત જાણે એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહૂરત માટે આવ્યા હતા ભાવનગર આવ્યા ભાવનગર આવ્યા એટલે એ જ્યારે આવવાનાહતા એમના પહેલા તમે ઘણી બધી જગ્યાઓ પર સમાચાર જોયા હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે એટલે ભાવનગરમાં રોડ રસ્તાઓ ચકાચક બની ગયા. જ્યારે નેતાઓ આવવાના હોય ત્યારે રોડ રસ્તાઓ ચકાચક બને છે ને એટલે જ કદાચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યની જનતામાંથી કોઈ એક વ્યક્તિએ રજૂઆત પણ કરી કે સાહેબ તમે અમારા ગામમાં આંટો મારો
એટલે અમારા રોડ પણ ચકાચક બની જાય કેમ કે સાહેબ આવે તો જ રોડ સારા થાય. ભાવનગરની અંદર તો રોડ સારા થઈ ગયા. ભાવનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોથલ પહોંચવાના હતા અને લોથલથી એમને બાય એર હેલિકોપ્ટરમાં એમને જવાનું હતું અમદાવાદ.હવામાન સારું નહતું એટલે જે ફ્લાઈટના પાયલટ હતા એમણે પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટ ઉડાડવા માટેની ના પાડી આ કાર્યક્રમ છે એ પ્લાન્ટ કાર્યક્રમ ન હતો કોઈ પહેલેથી જાહેર કરેલો કાર્યક્રમ ન હતો એટલે પ્રધાનમંત્રી લોથલ તો પહોંચી ગયા પણ હવામાન સારું નહતું એટલે હેલિકોપ્ટર ન ઉડ્યું અને પછી હેલિકોપ્ટર ન ઉડ્યું એટલે અમદાવાદના રસ્તાઓની બિસ્માર હાલત છે એના દર્શન વિકાસના દર્શન છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે શક્યા એ લોથલથી બાય રોડ અમદાવાદ પહોંચ્યા જ્યારે અમદાવાદના રિંગરોડ પરથી એ પસાર થઈ રહ્યાહતા તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો
એ દ્રશ્યો કંઈક એવા હતા એ રસ્તાઓ પર પાણી ભરેલા હતા જે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે એ રસ્તા એ સર્વિસ રોડ પર મસ મોટા ખાડા હતા અને એ ખાડાઓના કારણે પ્રધાનમંત્રીનો કોન્વોય છે એ ધીમે ચલાવવાની ફરજ પણ ત્યાં પડી હતી અને એ રસ્તાઓ પરથી પસાર થતા એ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા અને પછી સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં ચર્ચા જાગી કે સાહેબે પણ વિકાસના દર્શન કર્યા એ રસ્તાઓ ઉપરથી પસાર થતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એકવાર તો વિચાર આવ્યો હશે કે ગુજરાત મેં એવા લોકોના હાથમાં સોંપ્યુંજેને જુઓ ગુજરાતની હાલત કેવી કરી નાખી અથવા તો કદાચ એવો વિચાર પણ આવ્યો હશે
કે આ રસ્તા ઉપરથી નીકળ્યો છું હવે જેને જેને પણ આ રસ્તાઓની આ હાલત માટે જવાબદાર છે એને ટકોર કરીશ કે મારા ગુજરાતની જનતા આ પ્રકારના રોડ રસ્તા આટલો ટેક્સ આપ્યા પછી પણ જનતાને આ પ્રકારની સુવિધાઓ કેમ મળે છે સૌથી મોટો સવાલ વાલ છે જે જનતા જે રસ્તા પરથી નીકળે છે એ રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તા પક્ષના નેતાઓ અધિકારીઓ સહિતના તમામ લોકો જવાબદાર લોકો એવો જવાબ આપતા ફરે છે કે આ તો ચોમાસું આવ્યું ને એટલે રસ્તાધોવાઈ ગયા.
દર ચોમાસે આ જ પ્રકારની પરિસ્થિતિ દર ચોમાસે રસ્તા રિપેર કરવાની પરિસ્થિતિ અને ક્યાંક તો જાણે બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય એ પ્રકારે ચાલુ વરસાદે પણ પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે આ પ્રકારની જે સિસ્ટમ છે એના કારણે જ જનતા પરેશાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિકાસના દર્શન કર્યા છે
હવે અપેક્ષા એ રાખીએ કે ગુજરાતની જનતાને આ પ્રકારના વિકાસના દર્શન ન જોવા મળે આ પ્રકારના વિકાસના દર્શન ન થાય અને જે પ્રમાણેની અપેક્ષા જનતા રાખી રહી છે એ પ્રમાણેની સુવિધા પણ એમને મળે તમે શું માની રહ્યા છો આ ઘટના પર એ કમેન્ટ કરીનેકહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર