લતા મંગેશકરને ગયે હજુ કેટલાક દિવસ થયા છે હાલમાં જ એમની અસ્થિઓનું વિશર્જન કરવામાં આવ્યુ ફેમિલી હજુ એ દુઃખની બહાર નથી આવીને લોકોથી વિનંતી કરવી પડી છેકે મહેરબાની કરીને લતા મંગેશકરના નિધન પર રાજકીય રમત ન રમો ખુદ લતા મંગેશકરના ભાઈ જેઓ દીદીના બહુ નજીક છે.
એમણે આ વિનંતી કરવી પડીછે જે શિવાજી પાર્કમાં લતા દીદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ શિવાજી પાર્કમાં રાજકીય નેતા રામ કદમે એક વિનંતી કરી છેકે અહીં પાર્કમાં જ્યાં લતા દીદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યાં એક લતા દીદીનું સ્મારક બનાવવામાં આવે હવે તેને લઈને વિવાદ ચાલુ થયો છે.
તેને લઈને લતા દીદીના ભાઈ સામે આવ્યા છે એમણે ચોખવટ કરી છેકે ફેમિલીમાંથી કોઈએ આવી વિનંતી નથી કરી અને નથી ફેમેલી ઇચ્છતી કે દીદીનું સ્મારક શિવાજી પાર્કમાં બને પહેલા પણ આ ગ્રાઉન્ડ માટે ત્યાંના સ્થાનિક લોકો લડી ચુક્યા છે કારણ એ ગ્રાઉન્ડમાં એમના બાળકો રમી શકે તેથી અમે દીદીનું સ્મારક ત્યાં બનાવવા નથી ઇચ્છતા.
અહીં તે ગ્રાઉન્ડમાં દીદીનું સ્મારક બનાવવુ અને નહીં બનાવવું તેને લઈને રાજકીય ચર્ચા ચાલુ થઈ છે તેથી દીદીના ભાઈએ દીદીના નામે રાજકારણ ન રમવા વિનંતી કરી છે જયારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં દીદીના નામનું આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ બનાવવાની જેહરાત કરી છે તેને ખોલીને દીદીના ભાઈ સહમતી દર્શાવી છે અને સાચું સન્માન તેને ગણાવ્યું છે.