Cli

વિમાન દુર્ઘટના કેવી રીતે થઈ? નજરે જોનારે આખી ઘટના વર્ણવી

Uncategorized

આ એક અત્યંત દુઃખદ અને હૃદયવિદારક ઘટના છે. અમે પોતાની આંખે જોયું કે વિમાન નીચે ઉતરી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે કદાચ ક્રેશ થશે, અને એ જ વિચારતા હતા ત્યાં જ ખરેખર વિમાન ક્રેશ થઈ ગયું. શરૂઆતમાં અમને એવું લાગ્યું નહીં કે

વિમાન ક્રેશ થયું છે. એવું લાગતું હતું કે એ એર સ્ટ્રિપ પર ઉતરશે. વિમાન ઉતરતું જણાતું હતું, પરંતુ અચાનક ભયંકર રીતે ક્રેશ થયું.ક્રેશ થયા પછી જોરદાર ધડાકો થયો. જ્યારે અમે ત્યાં પહોંચીને જોયું ત્યારે આખું વિમાન આગમાં ઘેરાયેલું હતું.

આગ એટલી ભયંકર હતી કે ચાર પાંચ જગ્યાએ વિસ્ફોટ થયા હતા. ત્યારબાદ ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા અને બચાવ કરવાની કોશિશ કરી, પરંતુ ભારે આગના કારણે કોઈ મદદ કરી શક્યું નહીં. છતાં પણ બધા પ્રયત્ન કરવા આવી ગયા હતા.પછી ખબર પડી કે તેમાં અજી દાદા પણ હતા. આ વાત અમારે માટે અત્યંત આઘાતજનક છે,

શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમને એવું પણ લાગે છે કે પાયલટે લેન્ડિંગ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હશે, પરંતુ લેન્ડિંગ શક્ય બન્યું નહીં. આ ઘટના ખૂબ જ શોકજનક છે. અમે જોયું કે વિમાન સંપૂર્ણ રીતે નીચે આવી રહ્યું હતું, એર સ્ટ્રિપ તરફ આવી રહ્યું હતું, અને સ્ટ્રિપથી આશરે સો ફૂટ નજીક આવીને નીચે પટકાઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *