ભારતની ક્રિકેટ મેચ દરમિયાન હાલમાં જ અનુષ્કા શર્મા કોઈ પર ગુસ્સો કરતી જોવા મળી. હાલમાં જ સ્ટેડિયમમાંથી અનુષ્કા શર્માનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે સ્ટેડિયમમાં બધાની સામે કોઈ વ્યક્તિ પર ગુસ્સો કરતી જોવા મળી રહી છે.
જો કે આ વીડિયોમાં અનુષ્કાના ચાહકોનું ધ્યાન કોઈ બીજી જ વસ્તુ એ આક્ર્ષ્યું છે. પોતાના બીજા બાળકને જન્મ આપ્યા બાદ અનુષ્કા બિલકુલ જ બદલાઈ ગઈ છે. અનુષ્કાએ આ વર્ષે જ 15 ફેબ્રુઆરીએ બીજા બાળકને જન્મ આપ્યો છે. તે એક દીકરાની મા બની છે. જોકે દીકરાનો જન્મ બાદ તેનો ચહેરો બદલાયેલો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે મેચ દરમિયાન દૂરથી કેમેરામાં કેપ્ચર થવાને કારણે અનુષ્કાનો ચહેરો બરાબર જોવા નથી મળી રહ્યો પરંતુ જે ચાહકોએ વીડિયોને ધ્યાનથી જોયો છે તેમનું કહેવું છે કે દીકરાનો જન્મ બાદ અનુષ્કાનો ચહેરો બદલાઈ ગયો છે.
અનુષ્કાના વાયરલ વિડીયોને જોયા બાદ લોકોએ કૉમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું અનુષ્કા સારી નથી દેખાઈ રહી ફોટામાં સારી લાગે છે મતલબ કે તે એડિટિંગ હોય છે. કોઈએ લખ્યું પ્લાસ્ટિક હટી ગયું,
જ્યાં એક તરફ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો અનુષ્કાના બચાવમાં પણ ઉતરી આવ્યા છે એક યુઝરે કહ્યું તેની ઉંમર વધી રહી છે તે બે બાળકોની મા છે. જોકે કેટલાક લોકો વીડિયોમાં અનુષ્કાના ગુસ્સાનું કારણ પણ પૂછી રહ્યા છે.
જણાવી દઈએ કે હાલમાં અનુષ્કા અમેરિકામાં જ તે દરેક મેચ દરમિયાન પોતાના પતિ વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે જાય