Cli

પરેશ ગોસ્વામીની આગાહી મુજબ કેટલા દિવસ કયા વિસ્તારમાં પડશે વરસાદ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ તમને બધાને વિશ્વ હવામાન દિવસની શુભકામનાઓ અને આગાહી આજની એવી છે કે ગુજરાતમાં એકવાર ફરી માવઠું આવવાનું છે એટલે હમણાં માવઠાનો એક રાઉન્ડ પૂર્ણ થયો ત્રણ થી ચાર દિવસ માવઠાની આગાહી હતી ફરી એકવાર 27 28 તારીખથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે 28 તારીખથી લઈને 30 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના ભાગો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે

વેસ્ટર્ન ડિસ્ટરબ બંસથી સિસ્ટમો જે સતત પસાર થઈ રહી છે એ અને સાથે જ એક સિસ્ટમ અરબી સમુદ્રની નજીક આવી રહી છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે એવી સંભાવના છે. આ આગાહી આના પહેલાથી હવામાન નિશાંત અને હવામાન વિભાગે કરી દીધી હતી કે માર્ચ મહિનાનું આ છેલ્લું માવઠું નહીં હોય આના પછી પણ એક માવઠું આવવાનું છે

એની આગાહી પહેલાથી કરી દેવામાં આવી હતી. હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ 28 તારીખ થી 30 તારીખ સુધીમાં જે માવઠું આવવાનું છે એ અનેક વિસ્તારોમાં વરસાદ લઈને આવશે એની વચ્ચે તમને ગરમીનો થોડોક અનુભવ થશે પણ જે તાપમાન આપણે અત્યાર સુધી જોયું એ એક્સટ્રીમ તાપમાન નહીં રહે થોડું વાદળછાયું વાતાવરણ છે એટલે તમને એટલી બધી ગરમીનો અનુભવ નહીં થાય પણ આ રાઉન્ડ પૂર્ણ થાય એના પછી ફરીથી ગરમી વધવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી આવી છે એમની આગાહી મુજબ ગુજરાતના કયા કયા વિસ્તારોએ સાવધાન રહેવાનું છે તે સાંભળો. રાજ્યમાં ફરીથી એક વખત માવઠાના વરસાદની શક્યતાઓ છે જેની અંદર જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એટલે કે 18, 19 અને 20 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો. એવી જ રીતે ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એનો ટ્રક છે એ ગુજરાત સુધી લંબાઈ તેવી પૂરી શક્યતાઓ છે જેને કારણે 28 29 અને 30 માર્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય

તેવી શક્યતાઓ છે જોકે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થાય એટલે ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અગાઉથી આગમચેતીના ભાગરૂપે દરેક મિત્રોને અપીલ કરવામાં આવે છે કે જેટલું પણ ખેતી પાકોની અંદર આપણે સાચવી શકતા હોય એટલું સાચવી લેવાનું કેમ કે એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થવાનું છે ને એનો ટ્રક ફરીથી ગુજરાત સુધી લંબાશે અત્યારે આપણે ઉનાળાઓ ચાલી રહી રહ્યો છે ગરમીનો માહોલ છે એટલે 700એપીએ લેવલે આ ટ્રકને કારણે એક અસ્થિતા બનશે અને આ અસ્થિતા છે એ 28 29 30 માર્ચમાં ગાજવીજ અને પવન સાથે વરસાદના રૂપમાં અસર કરવાની છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *