આપણે જયારે ગંભીર પરિસ્થિતિમાં પડીએ તો તેનો ઉકેલ ખાલી આત્મહત્યા જ નથી હોતો જો આપણને કોઈનો સાથ સહકાર જોઈતો હોય તો આપણે તે માટે વાત કરવી પડે છે પોતાને પોતાનામાં મૂંઝાયને આત્મહત્યા કરવી એ કોઈ વાતનો ઉકેલ નથી આવી જ ગંભીર પરિસ્થિતિ અહીં મનિષાબેનની થઈ છે જ્યાં તેમના પતિએ આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત કર્યો અને તેના સંપૂર્ણ પરિવારને ગંભીર પરિસ્થિતિમાં નાખી દીધો.
મનિષાબેન અપંગ છે તેમના પતિ પણ અપંગ હતા તેમને એક દીકરી અને એક દીકરો છે જેમનું નામ જાનવી અને આદિત્ય છે મનિષાબેનના પતિ કાપડનું કામ કરતા હતા લોકડાઉન પહેલા તેમણે કાપડની ખરીદી માટે કોઈક પાસેથી પૈસા લીધા હતા લોકડાઉન આવવાથી તે પૈસા તેમને ચૂકવી ન શક્યા અને અંદર ને અંદર મુંઝાયા અને તેમણે આત્મહત્યા કરવાનો પગલું ભર્યું આ વાતની જાણ તેમણે કોઈને કરી ન હતી તેમણે એક દિવસ બહુ જ પ્રેશરમાં આવીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું તે દિવસે તેમણે સૌથી પહેલા તેમના મોટાભાઈને ફોન કર્યો અને પૂરી વાતની જાણકારી અને કહ્યું કે મેં ભોજનમાં ગોળી નાખીને પી લીધી છે.
ત્યારબાદ તે ઘરે આવ્યા અને તેમની પત્નીને કહ્યું કે મેં ભોજનમાં ગોળી નાખીને પી લીધી છે ત્યારબાદ તેમનું મૃત્યુ થયું અચાનક એક જ ક્ષણમાં મનીષાબેન પર આફતનો ભારો આવી પડ્યો મનીષાબહેન અને તેમના પરિવાર ભાડાના મકાનમાં રહેતું હતું ત્યાંનું ભાડું 6000 હતું પતિના મૃત્યુ બાદ તેમની પરિસ્થિતિ ન હતી કે તે 6000 ચૂકવી શકે અને તે અપંગ હોવાથી તે કોઈ કામ કરી નથી શકતા હવે તેમના સાસુમાં લોકોના ઘરે જઈને ઝાડુ-પોતા કરીને પૈસા કમાય છે ત્યાંના લોકો તેમને ઘઉં કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે.
મનીષા બહેનની આવી પરિસ્થિતિની જાણ થતાં પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમ તેમના ઘરે આવી તેમણે તેમની સંપૂર્ણ વાત સાંભળી અને તેમણે કહ્યું કે અમે બાર મહિના નું રાશન તમને પૂરું પાડશું અને તમારા દીકરી અને દીકરા નો ભણતરનો ખર્ચો પણ અમે આપશુ તમે ચિંતા ન કરશો અમારાથી જેટલું બની શકશે અમે તેટલો ટેકો આપવાનો તમને પ્રયત્ન કરશું.