ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારમાં નિરાધાર બેસહારા અનાથ રસ્તા પર સુતેલા ભિક્ષુકો ની મદદ કરતા તેમને પોતાના આશ્રમમાં આસરો આપનાર લોકસેવા ના કાર્યો કરનાર પોપટભાઈ આહીર તાજેતરમાં રસ્તા પર માનસીક હાલત ખરાબ હોય તેવા એક ભાઈ સુઈ રહે છે તેમની માહીતી આપતા એક કોલના કારણે ઉના પહોંચ્યા હતા એક ઓટલા પર.
એક વ્યક્તિ માનસિક બીમાર હાલતમાં ખુબ મોટા વધેલા વાળ દાઢી મેલા દાટ કપડા ની સ્થિતીમા જોવા મળ્યો પોપટભાઈ એ એમની માનસિક હાલત અને અને સ્થિતિ સુધરવો પોતાની સાથે આવવા માટે જણાવ્યું પરંતુ તે વ્યક્તિ માનવા માટે તૈયાર નહોતો અને પોપટભાઈ ને કહે ઉપડ જતો રહે અહીં થી સાથે અપશબ્દો બોલી રહ્યો હતો.
પોપટભાઈ એ એ છતાં પણ ખુબ પ્રેમથી સમજાવતા કાકા મારી સાથે ચાલો કહ્યું તો તે વ્યક્તિ કહે તારો બાપ અહીં જ બેઠો છે એમ માં બાપ પર પોપટભાઈ ને બોલવા લાગ્યો પોપટભાઈ ને ખબર હતી કે આ માનસિક હાલત ખરાબ હોવાના કારણે આવો વર્તાવ કરે છે ખુબ મનાવતા એ વ્યક્તિ ના માનતા પોપટભાઈ એ તેમને પોતાની સાથે લઈ.
જવા માટે હાથ પકડતા તેને પોપટભાઈ સહીત તેમની સાથે રહેલા વ્યક્તિ ને લાત ઘુસા મારીને ટીસર્ટ પણ ફાડી નાખ્યાં એ છતાં પણ પોપટભાઈ અપમાન ના ઘુટંડા પીને તે વ્યક્તિ ને જેમતેમ ગાડી માં બેસાડ્યા અને પોતાના સોશિયલ મીડિયા આશ્ર્વમ મહુવા પાસે લાવ્યા એ સમયે ગાડીમાં થી ઉતરતા જ એ વ્યક્તિ એ પોપટભાઈ ને જોરથી.
એક થ પ્પડ મારી અને મા રામારી કરવા લાગ્યો પોપટભાઈ ને રાક્ષસ કહીને જણાવા લાગ્યો કે મને તું રાક્ષસ હોય તો હાથ અડાળજે પોપટભાઈ એના વાળ દાઢી કરીને નવડાવવા નો પ્રયત્ન કરતા એ સમયે તે ઘણા અપમાન વાંચક શબ્દ થી પોપટભાઈ ને બોલાવતો હતો એ છતાં પણ પોપટભાઈ એ પોતાનું કામ ના રોક્યું તેના શબ્દો પર.
પોપટભાઈ એ જણાવ્યું કે હું રાક્ષસ છું જો તમારી સ્થિતી સુધરતી હોય તો મને કાંઈ પણ કહી શકો છો પોપટભાઈ ની ટીમ ના લોકો સહીત આ વ્યક્તિ ને નવડાવી ને સ્વચ્છ કપડાં પહેરવા આપ્યા ઘણી મહેનત બાદ એ વ્યક્તિ નો ગુસ્સો શાતં થયો પોપટભાઈ ના કપડા ફાટી ગયા હતા અને એમને માર પણ માર્યો એ છતાં પણ.
પોપટભાઈએ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિની સ્થિતિ તો સુધરી શકતી હોય તો અમે અપમાન ના ઘુટંડા હસતા મુખે પીવા માટે તૈયાર છીએ સાથે આ વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો તેમના સુધી માહિતી પહોંચાડવાનું પણ જણાવ્યું હતું આ વ્યક્તિને માનસી ખાલત ખરાબ થઈ જતા તે પોતાના ઘરથી નીકળી ગયો હોય તે એવું લાગી રહ્યું હતું તેની સ્થિતિ સુધારીને.
પોપટભાઈ ત્યાં સુધી તેના પરિવાર જેનું નામ મળે ત્યાં સુધી પોતાની સાથે રાખવાનું જણાવ્યું હતું આ વ્યક્તિના હાથમાં રજપૂત લખેલું હતું જો કોઈ પણ વ્યક્તિને આ વ્યક્તિ વિશે માહિતી મળે તો પોપટભાઈ આહીર નો સંપર્ક જરૂર કરજો એવી વિનંતી સાથે આ પોસ્ટને શેર કરીને આ વ્યક્તિને પોતાના પરિવારજનો સાથે પહોંચાડવામાં મદદરૂપ બનજો.