ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન અને લોકપ્રિય ક્રિકેટર સ્મૃતિ મંધાનાની અને સંગીતકાર પલાશ મુચ્છલની લગ્નવિધિ હાલમાં સ્થગિત થઈ ગઈ છે. કારણ કે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.મળતી માહિતી મુજબ,
સ્મૃતિના પિતાને હાર્ટ એટેક જેવા લક્ષણો દેખાતા જ એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે સ્મૃતિએ પોતાના પિતાની ગેરહાજરીમાં લગ્ન વિધિઓ ચાલુ રાખવાનો ઈનકાર કર્યો અને તમામ રીતિ-રિવાજો હાલ માટે રોકી દેવામાં આવ્યા.આ દરમિયાન એક બીજી માહિતી પણ સામે આવી છે કે સ્મૃતિના મંગેતર પલાશ મુચ્છલની પણ તબિયત બગડી ગઈ હતી.
તેમને વાયરલ ઈન્ફેક્શન અને એસિડિટીના કારણે પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા. જોકે તેમની સ્થિતિ ગંભીર નહોતી અને સારવાર બાદ તેઓને હોસ્પિટલમાંથી હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.સ્મૃતિના પિતાની તબિયત અંગે પરિવારના ડૉક્ટરનું કહેવું છે કે તેમની પર નજર રાખવામાં આવી રહી છે
અને જો સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે તો આજે જ ડિસ્ચાર્જ પણ મળી શકે છે.જોવાય છે કે થોડા દિવસો પહેલા સુધી સ્મૃતિ–પલાશની સંગીત અને મહેંદીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ હવે આ અચાનક બનેલા બનાવોને કારણે તેમનું લગ્ન સમારોહ થોડી વાર માટે અટકી ગયું છે.આશા છે કે બંને પરિવારમાં જલ્દીથી બધું સામાન્ય થઈ જાય.