ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધના હવે વહૂ બનવા જઈ રહી છે. તે 23 નવેમ્બરે પલાશ મુછલ સાથે લગ્ન બાંધશે. સ્મૃતિએ પોતાની સગાઈની અંગૂઠી સોશિયલ મીડિયામાં બતાવીને આ ખુશખબર આપી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો,
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હતા.ઘણા ફેન્સને પ્રશ્ન હતો કે પલાશ મુછલ કોણ છે? તેઓ શું કરે છે? તેમની ઉંમર કેટલી છે? તેમનો નેટવર્થ કેટલો છે? તો ચાલો, લગ્ન પહેલાં સ્મૃતિ મંધના અને પલાશ મુછલ વિશેની મહત્વની માહિતી જાણીએ.સ્મૃતિ મંધના અને પલાશ મુછલનો સંબંધસ્મૃતિ મંધના વર્ષ 2019થી ભારતીય મ્યુઝિક કમ્પોઝર અને ફિલ્મમેકર પલાશ મુછલને ડેટ કરી રહી છે.
પલાશ મુછલ કોણ છે?પલાશ મુછલે 2014માં આવેલી ફિલ્મ ડિશિયાઓ થી ડેબ્યુ કર્યું હતું.તેની સાથે તેમણે ભૂતનાથ રિટર્ન્સ માટે પણ સંગીત આપ્યું છે.તેમનું લોકપ્રિય ગીત “પાર્ટી તો બનેતી હૈ “ખૂબ જ પ્રખ્યાત છે.તૂ હી હૈ અને આશિકી જેવા ગીતો પણ ફેન્સને ઘણાં પસંદ છે.પલાશે સંગીત ઉપરાંત અભિનય પણ કર્યો છે.તેઓ આશુતોષ ગોવારિકરની ફિલ્મ ખેલ હમ જી જાન સે માં ‘ઝૂન્કુ’ના રોલમાં દેખાયા હતા.તેમની બહેન પલક મુછલ જાણીતી પ્લેબેક સિંગર છે, જેમણે કિક સહિત ઘણી હિટ ફિલ્મોમાં ગીત ગાયાં છે.
ઉંમરનો તફાવત : પલાશ મુછલનો જન્મ 22 મે 1995નો.સ્મૃતિ મંધનાનો જન્મ 18 જુલાઈ 1996નો.એટલે પલાશ સ્મૃતિ કરતાં 1 વર્ષ 3 મહિના મોટા છે.નેટવર્થસ્મૃતિ મંધનાનો અંદાજિત નેટવર્થ: ₹34 કરોડપલાશ મુછલનો અંદાજિત નેટવર્થ: ₹20–21 કરોડતેમની આવકનો સ્ત્રોત: ગીતો, ફિલ્મ પ્રોજેક્ટ્સ વગેરેવાર્ષિક કમાણી: ₹5–6 કરોડસ્મૃતિ મંધનાની કમાણીતે BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં છે.અહીં પરથી તેમને દર વર્ષે લગભગ ₹50 લાખ મળે છે.ઉપરાંત મેચ ફી અને એન્ડોર્સમેન્ટ્સથી પણ મોટી આવક થાય છે.ફિલ્હાલ આટલું જ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જરૂર શેર કરો.