બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ ખુબ લાંબા સમય બે દશકા બાદ પોતાની ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર 2 લઈને આવી રહ્યા છે ફિલ્મ ગદર ટુ નુ તાજેતરમાં જ શુટિંગ પુરુ થયું છે અને ગદર ટુ ફિલ્મ નું એડીટીગ ચાલી રહ્યું છે એ વચ્ચે તાજેતરમાં 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી પર.
સની દેઓલે પોતાના ચાહકોને સપ્રાઈઝ આપ્યું હતું ગદર ટુ નું ફ્સ્ટ લુક સની દેઓલે પોતાના ઓફીસીયલ સોશિયલ મીડિયા પર શેર કરતા ફિલ્મ ની રીલીઝ ડેટ 11 ઓગસ્ટ પણ જણાવી દિધી હતી પોતાના પોસ્ટરને શેર કરતા સની દેઓલે લખ્યું છે કે હિન્દુસ્તાન જીંદાબાદ હૈ જીંદાબાદ થા ઔર જીંદાબાદ રહેંગા.
આ પ્રજાસત્તાક દિન પર અમે આપની વચ્ચે બે દશક બાદ ભારતની સૌથી મોટી સિક્વલ ફિલ્મ લઈને આવ્યા છીએ ગદર ટુ
ફિલ્મ ગદર ટુ ની દર્શકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે એવામાં સની દેઓલ ની આ જાહેરાત જોતા દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે એ પોસ્ટરમા સની દેઓલ.
આક્રમક વલણ માં સરદાર ના લુક માં જોવા મળે છે તેમના હાથોમાં મોટો હથોડો છે સની દેઓલે કાળો કુર્તો અને લીલા કલરની પાઘડી પહેરી છે આંખો માં આ!ગ અને હાથોમાં હથોડા સાથે ગુસ્સામા તેઓ આગળ વધતા જોવા મળે છે બેકગ્રાઉન્ડ માં ધમકા સાથે એક ગાડી ઉંધી પડેલી છે.
સૈનીકો બંધુક સાથે જોવા મળે છે આ પોસ્ટર ને જોતા લોકોને એટલા માટે કેજીએફ 2 ની યાદ આવી છે કારણકે કેજીએફ ની જેમ જ સની દેઓલ હાથમાં હથોડા સાથે ઉભા છે આવુ જ પોસ્ટર કેજીએફ 2 નુ પણ જોવા મળ્યું હતું જેમાં સાઉથ સુપરસ્ટાર યશ પોતાના ખંભે હથોડો રાખી ને ઉભા હતા.
બંનેની એકસાથે ગણના કરીને લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે કેજીએફ 2 ના હથોડાનુ કામ રોકીભાઈએ દર્શકો ને દેખાડી દિધું હતું હવે તારા સિંહ ના હથોડા ની દર્શકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે તારા સિંહ આ વખતે પોતાના દિકરા જીતે માટે પાકિસ્તાન માં કોહરામ મચાવતા જોવા મળશે.