ગુજરાતી કોમેડીક્ષેત્રે અભિનયની દુનિયામાં આગવું અને ઉમદા સ્થાન ધરાવતા નિતીન જાની જેઓ ખજુર ભાઈ ના નામે ઓળખાય છે તેઓ પોતાના અભિનય સાથે નિરાધાર ગરીબ લોકોની ખુબ સહાયતા કરે છે તેઓએ કુદરતી આફત સમયે અનેક લોકોને મકાન રહેવા બનાવી આપ્યા છે સાથે જરુરીયાત મંદ લોકોને ખુબ મદદ કરે છે.
આ દરમિયાન ખજૂર ભાઈ થોડો સમય પહેલા માંડવી તાલુકાના જુના કાકરાપાળ ગામમાં પહોંચ્યા હતા એમને માહિતી મળી હતીકે આ ગામમાં બે બાળકો નિરાધાર છે એમનું આગળ પાછળ કોઈ નથી તેમને જોયું કે 14 વર્ષ નો અવિ ચૌધરી અને જય ચૌધરી એક જુના જર્જર મકાન માં રહે છે માતા પિતા દાદા દાદી કોઈ નથી.
માતા પિતાનું મૃત્યુ થતાં તે બંને અહી એકલા રહેતા હતા પોતાના ઘરથી આવેલ 5 કિલોમીટર દૂર સ્કૂલ માં અભ્યાસ કરવા જતા હતા એમને ખજુર ભાઈ એ પોતાની સાથે લઈ જવા આગ્રહ કર્યો તો અવી અને જય એ અહીં રહેવા માટે જ કહ્યું તો ખજુર ભાઈએ એમને મકાન પાક્કું અને તમામ જરુરીયાતો પુરી કરવાનુ વચન આપ્યું હતું.
જેને લઈને ખજુરભાઈ તાજેતરમાં જુના કાકંરાપાળમા પહોંચ્યા હતા પોતાના સમયની વ્યસ્તતા વચ્ચે પણ ખજુર ભાઈ અવિ અને જયને આપેલા વચનને પુરું કરવા માટે ત્યાં રુબરુ પહોંચી મકાન માટેનો સામનો ઈંટો સીમેન્ટ રેતી બધું એકંઠુ કરીને પ્રથમ જુના મકાનનો કાટમાળ પોતે ઉપર ચડીને બધા લોકો સાથે ઉતારવા લાગ્યા કોઈ પણ પ્રકારનો ફોટો.
શુટ કે કોઈ સ્ટંટ નહીં ખજુર ભાઈ કેડે રુમાલ બાંધી સતત દોઢ દિવશ મજુરો ની સાથે જ કામ કરી રહ્યા હતા તેઓ પોતે આ મકાન બનાવતા દેખાયા જ્યારે કોઈ મદદ કરે છે પણ માત્ર પૈસાની પણ ખજુરભાઈ ની જેમ પોતે બધું નથી કરી શકતા ખજુર ભાઈ રાત્રી પણ ત્યાં જ એ લોકો ની વચ્ચે રોકાયા હતા સાંજે એમને જણાવ્યું કે મકાન નું 80%કામ થયું છે.
એ અમે પુરું કરીશું ગામ લોકો સહીત તમામ ગુજરાતી ના સપોર્ટ થી અમે છીએ અને આવા છોકરાઓને શિક્ષણ પ્રાપ્ત થાય એવી અમારી આશા છે જય અને અવિ જેવા નિરાધાર બાળકો આવનાર સમય માં આઈપીએસ બંને અને ગુજરાત નું નામ રોશન કરે એવી શુભકામનાઓ સાથે એમના ભણતરની જવાબદારી પણ પોતે લેશે એવું જણાવ્યું હતું.