શાહરૂખખાનના જીવનમાં અત્યારે દુઃખનાં વાદળો છવાયેલા છે પૈસા અને નામ હોવા છતાં પોતાના દીકરાને તે જેલમાંથી બહાર નથી લાવી શકતા આવા સમયે કોઈપણ માણસને ગુસ્સો આવી જ શકે તે પછી અભિનેતા હોય કે સામાન્ય માણસ વ્યક્તિ આ પરિસ્થિતિ મા ગુસ્સે થઈને કઈક તો એવું કરી જ બેસે જેને લઇને લોકોને એ અભિનેતાથી નફરત થઈ જાય.
પરતું હાલમાં શાહરૂખનો એક એવો વિડિયો સોશીયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમે પણ વિચારમાં પડશો કે આટલી તકલીફમાં પણ કોઈ આટલું શાંત કેવી રીતે રહી શકે છે હાલમાં જ જ્યારે આર્યનની અરજી નામંજૂર કરવામાં આવી તો કાલે શાહરૂખ ખાન દીકરાને મળવા આર્થર રોડની જેલમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ઇન્ટરકોમ દ્વારા ૧૦મિનિટ સુધી વાત પણ કરી હતી બંને બાપ દીકરા વચ્ચે એક કાચની દીવાલ હતી.
આર્યનની હાલત જોઈને શાહરૂખની આંખો ભીની થઈ ગઈ હતી અને આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી ગૌરી અને શાહરૂખની જે દયનીય સ્થિતિ બની રહી છે તે કોઈથી અજાણ નથી પરતું હાલમાં શાહરૂખનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તે આર્થર જેલથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.
આ સમયે જેલ બહાર લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એવામાં જ્યારે એક વ્યક્તિ શાહરુખને મળવા આગળ આવી તો શાહરૂખે એકદમ શાંતિથી તેમને હાથ જોડ્યા અને તેનું અભિવાદન કર્યું લોકોને શાહરૂખનું આ વર્તન ખૂબ જ સ્પર્શી ગયું છે લોકો વિડિયો પર કૉમેન્ટ કરી કિંગ ખાનના વખાણ પણ કરી રહ્યા છે.
જો કે આ સમયે કિંગ ખાનની ફિલ્મ બાજીગરનો ડાયલોગ યાદ આવે હાર કર જીતને વાલે કો હી બાજીગર કહેતે હૈ શાહરૂખ અત્યારે હારની સ્થિતિમાં છે પરતું તેમના આ વર્તન લોકોના મન જીતી લીધા છે બસ આવી રીતે ગણા સમય બાદ શાહરુખને સારી વાતો સાંભળવા મળી છે જોકે ગણા લોકો તેમના વિષે ખરાબ પણ લખે છે હવે જોવાનું રે છે કે આ કેસમાં નવું શું થાય છે.