એક્ટર રણવીર સિંહ અત્યારે એમના ખરાબ સમય માંથી ગુજરી રહ્યા છે હાલમાં એમની ફિલ્મ 83 ફ્લોપ ગઈ એ દુઃખ સહન નથી કરી શક્યા ને હાલમાં એમની આવનાર ફિલ્મ જયેશભાઇ જોરદાર માટે એક ખબર સામે આવી છે અત્યારે રણવીર સિંહ એમની આવનાર ફિલ્મ જયેશ ભાઈ જોરદારના પ્રમોશનમાં લાગેલ છે.
આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થવાની છે પરંતુ એ ફિલ્મ રિલીઝ પહેલા જ એક મોટો બખેડો થઈ ગયો છે હકીકતમાં ગયા દિવસોમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેના એક સીનને લઈને હવે હંગામોં મચી ગયો છે ફિલ્મમાં રણવીરે એક ગુજરાતી યુવકનો રોલ નિભાવ્યો છે જેના માતા પિતા કંઈ પણ હાલતે પોતાની વહુથી પુત્ર માટે ઈચ્છા રાખે છે.
ટ્રેલરમાં એક સીન છે જેમાં રણવીરના માતા પિતા પોતાની પ્રેગેન્ટ વહુને સે!ક્સ ડેટરમેશન ટેસ્ટ કરાવવા લઈને આવે છે ફિલ્મમાં જયેશ ભાઈના માતા પિતાએ નક્કી કરી રાખ્યું છેકે જો એમને પુત્રી જન્મી તો તેને જીવિત જ મોતને ઘાટ ઉતારશે હવે અમર ઉજાલાના એક રિપોર્ટ મુજબ આ સીનને લઈને દિલ્હી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદ કરનાર પવન પ્રકાશે ફરિયાદમાં કહ્યું છેકે ડિલિવરી પહેલા બાળકના લિંગની તપાસ કરવી ગેર કાનૂની છે અને સંવિધાન તેની પરમિશન નથી આપતું અને આવા સીન ફિલ્મમા આવવાથી લોકો પર ખોટી અસર પડી શકે છે એટલે ફિલ્મમાંથી સીન હટાવવામાં આવે ફિલ્મ પર વિવાદ થતા જ રણવીર પર મુશ્કેલી ઉભી થઈ છે.