Cli
OLA electric scooter

OLA ઇલેક્ટ્રિક સ્કૂટર બુકિંગ ન કરાવ્યું હોય તે પણ ખરીદી શકે છે આ તારીખે આ જગ્યાએ વેચાશે કિંમત માત્ર આટલી…

Technology

આજે પેટ્રોલ અને ડીઝલ ના ભાવો આસમાને પહોંચ્યા છે તેથી દેશની અગ્રણી કેબ સર્વિસ પ્રોવાઇડર ઓલાએ તેના બીજા ડિવિઝન ઓલા ઇલેક્ટ્રિકની જેમ દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા એસ 1 લોન્ચ કર્યું છે આ સ્કૂટર 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના અવસર પર રજૂ કરવામાં આવ્યું છે S1 અને S1 Pro ના બે વેરિએન્ટમાં આવતા આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 99,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે આ કિંમતમાં સબસિડી રજિસ્ટ્રેશન અને વીમો શામેલ નથી.

આ સ્કૂટરના લોન્ચિંગ ઉપરાંત કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે S1 અને S1 પ્રોનું વેચાણ 8 સપ્ટેમ્બર 2021 થી શરૂ થશે જ્યારે ડિલિવરી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ થવાની છે શરૂઆતમાં ઓલા ઇલેક્ટ્રિક દેશના 1000 શહેરો અને નગરોમાં ડિલિવરી શરૂ કરશે ત્યાં સુધી રસ ધરાવતા ખરીદદારો માત્ર 499 રૂપિયાની પ્રી બુકિંગ રકમ ચૂકવીને આ ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરાવી શકે છે.

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું બેઝ વેરિઅન્ટ 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે જ્યારે પ્રો વર્ઝનમાં કુલ 10 કલર ઓપ્શન મળે છે વિવિધ રંગો સિવાય આ સ્કૂટર અલગ બેટરી રેન્જ સાથે આવે છે તેનું બેઝ મોડલ 90 kmph ની મહત્તમ ઝડપ પકડે છે અને એક જ ચાર્જમાં આ સ્કૂટર 121 કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપે છે બીજી બાજુ ટોચના મોડેલની મહત્તમ ઝડપ 115 કિમી પ્રતિ કલાક છે અને એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તેને 181 કિમી સુધી ચલાવી શકાય છે.

આ ઉપરાંત આ ઇલેક્ટ્રિક સ્કૂટર ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર અને રાજસ્થાન સિવાય આ સ્કૂટરના S1 વેરિએન્ટની કિંમત 99,999 રૂપિયા અને S1 પ્રો વેરિએન્ટ દેશના બાકીના રાજ્યોમાં 129999 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ આ સ્કૂટરની કિંમત ગુજરાતમાં સૌથી ઓછી છે અહીં તેના બેઝ મોડલની કિંમત 79,999 રૂપિયા અને ટોપ મોડલની કિંમત 109999 રૂપિયા છે આ ભાવમાં FAME-II અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનો સમાવેશ થાય છે તો મિત્રો અમારી પોસ્ટ તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને આવી નવી નવી માહિતી જાણવા અમારા પેજને જલ્દીથી ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *