જેકલીન ફર્નાડિસ બાદ 200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી સાથે પોતાના સબંધ હોવાનો મોટો ખુલાસો કર્યો છે સુકેશ એ નોરા ફતેહીને ડોઢ કરોડ રૂપિયાની બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ કરી હતી ઇડીએ આને લઈને નોરાથી પુછતાજ કરી ત્યારે નોરાએ કહ્યું તેને એક ચાહકે ખુશ થઈને ગિફ્ટ કરી છે.
પરંતુ પછી નોરાની વોટ્સએપ ચેટ ઇડીના હાથે લાગી ત્યારે નોરાનું જૂઠ પકડાઈ ગયું ફક્ત પાંચ હજાર લઈને ભારત આવેલ નોરા અત્યારે કરોડોની માલિક બની ગઈ છે નોરા ફતેહીનો જન્મ 6 ફેબ્રુઆરી 1992માં કેનેડામાં થયો હતો નોરા ફતેહી જયારે કેનેડાથી ભારત આવી ત્યારે તેને કોઈ ઓળખતું ન હતું.
પરંતુ ધીરે ધીરે નોરાએ પોતાની ઓળખાણ બતાવી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું આ દરમિયાન નોરા ફતેહીને બિગબોસમાં મોકો મળી ગયો આ દરમિયાન તે ઝલક દિખલાજા જેવા રિયાલિટી શોમાં જોવા મળી પરંતુ નોરાને સારી ઓળખાણ બોલીવુડમાં આઈટમ સોંગથી મળી.
જેના બાદ નોરાએ એવી પ્રગતિ કરી કે દુનિયા જોતી રહી હવે બોલીવુડના ખાસ આઈટમ સોન્ગમાં નોરા નોવા મળે છે નોરા હવે ફક્ત એક આઈટમ સોન્ગ માટે 2 કરોડ રૂપિયા લેછે સ્ટેજ શો માટે નોરા આગળ લાઈન લાગે છે એક શો માટે નોરા ડોઢથી બે કરોડ લેછે ભાડાના મકાનમાં રહેતી નોરા પાસે આજે ખુદનું આલીશાન ઘર છે.
નોરા ફતેહી પાસે એકથી એક વધુ મોંઘી ગાડીઓનું કલેક્શન છે નોરા એકટિંગ નહીં ફક્ત ગીતો પર ડાન્સ કરે છે તેમ છતાં તેની સંપત્તિ કોઈ સુપર સ્ટારથી ઓછી નથી એબીપી ન્યુઝ મુજબ નોરા 20 થી 25 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે મિત્રો આના પર તમારું શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.