મહાઠગ અને કૌભાંડી સુકેશ ચંદ્રશેખર ના કેશમાં હવે નોરા ફતેહી ખુબ ફસાઈ છે દિલ્હી પોલીસની EOW ટીમ મહાઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં સતત તપાસમાં કરી રહી છે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કર્યા પછી ગઇકાલના રોજ અભિનેત્રી નોરા ફતેહીએ EOW પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
આ સમગ્ર કેસની મહત્વની કડી પિંકી ઈરાની પણ આ પૂછપરછમાં નોરા સાથે હાજર હતી નોરા ફતેહીને સુકેશ સાથેની ચેટ વિશે પૂછવામાં આવ્યું આ પૂછપરછમાં નોરા ફતેહીને સુકેશની પત્ની લીના મારિયા પોલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યું હતું આ સાથે તેને નોરાને સુકેશ તરફથી મળેલી ભેટ વિશે પણ પૂછવામાં આવ્યું હતું.
અભિનેત્રી નોરા ફતેહી એ પોલીસ ના સવાલોના જવાબ આપતા કહ્યુંકે એ એક ઇવેન્ટ હતી જે તેની એજન્સી એક્સિડ એન્ટર ટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બુક કરવામાં આવી હતી ઇવેન્ટનું આયોજન એલએસ કોર્પોરેશન અને લીના મારિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ ડિસેમ્બર 2020માં ચેન્નાઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું હતું.
ઈવેન્ટ સારી હતી લીના મને મળી હતી અને તેણે મને એક ગુચી બેગ અને આઈફોન આપ્યો હતો તેણે કહ્યું હતું કે મારા પતિ તમારા મોટા ફેન છે પરંતુ હવે તમને મળી શકતા નથી પણ તમે તેની સાથે ફોન પર વાત કરો તેણે સ્પીકર કરી ફોન મને આપ્યો હતો સુકેશ ચંદ્રશેખરે મારો આભાર માન્યો.
અને કિધુકે તે બંને મારા મોટા ચાહકો છે આ પછી લીનાએ જાહેરાત કરીકે તે મને પ્રેમથી એક BMW કાર ગિફ્ટ કરશે પછી શેખર નામના વ્યક્તિએ મને અન્ય મોબાઇલ નંબર પરથી ફોન કર્યો વધુ વિગતો માટે મેં મારી કઝિન બહેનના પતિ બોબીનો નંબર આપ્યો અને શેખરે મારી પાસેથી.
તે નંબર લીધો હતો નોરાને BMW કારની જરૂર નહોતી તેની પાસે પહેલેથી BMW કાર હતી બોબી એ શેખરને ફોન કરીને કહ્યું કે નોરાને BMWની જરૂર નથી શેખરે કહ્યું હતું કે તેને કોઈ તકલીફ નથી અને પછી બોબીને BMW કાર ઓફર કરી BMWની નવી 5 સીરીઝની કાર બોબીના.
નામે બુક કરવામાં આવી નોરાએ કહ્યું મેં સંપર્ક તોડી નાંખ્યો હતો કારણકે તે બ!ળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો તે ને મારી સાથે બ!ળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે જ્યારે એમ પૂછ્યું કે નોરાને કે આપની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો તો આપે એની ભેટ.
આપેલી કાર કેમ પાછી ના આપી તો જવાબમાં નોરા ફતેહીએ જણાવ્યું કે એને માગી નહીં અને મેં આપી નહીં કહીને જણાવ્યું કે હું નહીં પણ મારા સંબંધીઓ વાપરી રહ્યા છે નોરા ફતેહીના જવાબો પર પોલીસ શંકા કરી રહી છે વધારે તપાસ ચાલુ છે આવનાર સમયમાં બધા રહસ્ય બહાર આવશે.