પાટણ જિલ્લાની હાજીપુરની વતની નિરમા ઠાકોરે દોડમાં અસંખ્ય મેડલ પોતાના નામે કર્યા છે 2019ની સાલમાં પોતાના નામે રેકોર્ડ કરેલ જે આજે 2021માં પોતાનો રેકોર્ડ તોડીને પોતાના નામે બીજો રેકોર્ડ કર્યો હતો મહિલા વિભાગમાં 500 દોડવીર વચ્ચે પુરા ભારતમાં સૌ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
2019ની સાલમાં ઇન્ટરનેશનલ મેરોથન દોડ 42 કિલોમીટર દોડ 3.9 કલાકમાં પુરી કરી હતી જયારે 2020માં કારણોસર બંદ રહી હતી જયારે 2021માં ઉતરપ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલ મેરોથન દોડમાં 41.195 કિલોમિટર દોડ ફક્ત 2:50 કલાકમાં પૂર્ણ કરીને ભારત દેશમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
નિરમા ઠાકોરને મેડલ તથા 2 લાખનું રોકડ ઇનામ મળ્યું હતું હાજીપુર ગામની નિરમા ઠાકોર 23 વર્ષની ઉંમરે ઘણા રેકોર્ડ પોતાના નામે કરેલા છે એક ખેડૂતના ઘરે જન્મેલી નિરમાએ ગામ રાજ્ય તથા પુરા ભારત દેશને ગૌરવ અપાવ્યું છે એમના કોચ રમેશભાઈ દેસાઇ ઘણા સમયથી નિરમા ઠાકોરને ટ્રેન કરી રહ્યા છે.
નિરમા ઠાકોરના કોચ રમેશભાઈ દેસાઈએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મેરોથોન દોડ યોજાઈ હતી જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ 500 દોડવીર મહિલાઓએ ભાગ લીધો હતો તેમાંથી હાજીપુરની વતની નિરમાબેન ભરતજી ઠાકોરે દેશભરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગૌરવ અપાવ્યું છે.