ગઈ કાલે આર્યનના કેસની સુનાવણી હતી જેમાં કોર્ટે આર્યનના જામીન નામંજૂર કર્યા છે જો કે કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરતું એક ખબર પ્રમાણે ગઈ કાલે કેસની શરૂઆત પહેલાં જ અધિકારીઓએ કોર્ટમાં આર્યનની વોટ્સ એપ ચેટ રજૂ કરી હતી જેમાં તે ગેરકાનૂની વસ્તુ વિશે તેની દોસ્ત સાથે વાત કરી રહ્યો હતો.એવામાં માની શકાય કે આ કારણે આર્યનના જામીન નામંજૂર થયા હોય.
જો કે કાલે આર્યનના જામીન નામંજૂર થતાં આજે શાહરૂખ દીકરાને મળવા આર્થર રોડની જેલમાં પહોંચ્યા હતા અને તે સમયે સમીર વાનખેડે સાથે તેમની મુલાકાત થઈ શકે તેમ હતી બીજી તરફ એવી ખબર પણ સામે આવી રહી છે કે આજે અધિકારીઓ શાહરૂખ ખાનના ઘર મન્નત પહોંચ્યા હતા.
જો કે અધિકારીઓ મન્નતમાં કેસ સંબંધિત તપાસ કરવા પહોચ્યા હતા કે કેસ સંબંધિત કોઈ પેપર પર શાહરૂખ ખાન અને ગૌરીની સહી લેવા તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરતું જ્યારે અધિકારીઓ મન્નત પહોંચ્યા ત્યારે તેમને ઘરમાં જવા દેવામાં આવ્યા ન હતા પહેલા મન્નત માં એક અધિકારીને મોકલવામાં આવ્યો હતો જે બાદ જ અંદર અધિકારીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે આજે શાહરૂખ ખાનના મન્નત બંગલો સિવાય અનન્યા પાંડેના બાંદ્રા સ્થિત ઘરે પણ અધિકારીઓ કેસ સંબંધિત તપાસ માટે પહોચ્યા હતા હજુ સુધી અનન્યાનો આમાં શું રોલ છે જાણવા મળ્યું નથી અમે તેના વિષે પણ જલ્દી તમને જણાવીશું કે તેના વિષે શું ન્યુઝ છે ટૂંક સમયમાં જ જણાવીશું.