બોલીવુડ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે પોતાની પત્ની ના કારણે તેમને પોતાનો કરોડોનો મુંબઈ માં સ્થિત બંગલો છોડી દેવો પડ્યો છે પોતાનો બંગલો છોડીને નવાઝુદ્દીન સિદ્દીકી હવે હોટેલમા રહેવા માટે મજબૂર થયા છે.
નવાજુદ્દીન સિદ્દીકી ની જીદંગી માં ઉથલપાથલ જોવા મળે છે જેનાથી લોકો અજાણ છે થોડા દિવસ પહેલા નવાઝુદ્દીન ની પત્ની આલીયા એ એક વિડીઓ શેર કર્યો હતો જે વીડિયોમાં આલિયા એ જણાવ્યું હતું કે તેને અને તેના બંને બાળકોને નવાઝુદ્દીન સિદ્દીકી એ ઘરમાં કેદ કરી લીધા છે આ વિડીઓ માં તે ઘર પણ દેખાડી રહી હતી.
સાથે એમ પણ જણાવ્યું હતું કે તેમને બાલ્કની માં રહેવા માટે મજબૂર થવું પડે છે તેમને બેડરૂમનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી સાથે રસોડું અને ટોયલેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે તે પોતાના બાળકોને લઈને સોફા પર સૂઈ રહે છે આ પહેલા નવાઝુદ્દીન સિદ્દીકી ની માતાએ નવાઝુદ્દીન ની પત્ની આલીયા પર કેશ નોંધાવ્યો હતો.
જેમાં જણાવ્યું હતું કે તે તેમની પ્રોપર્ટી હડપવા માંગે છે આ સમયે નવાઝુદ્દીન સિદ્દીકી ના વકીલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકી ની પત્ની આલીયા પહેલાથી જ પરીણીત છે જેને પોતાના પહેલા પતિ ને હજુ સુધી તલાક પણ આપ્યા નથી નવાઝુદ્દીન ની જીદંગી માં આ સમયે વિખાવાદો ચરમસીમા પર પહોંચી ગયા છે.
તે પોતાનું ઘર બચાવવાના પુરા પ્રયત્નો કરી રહ્યા છે પોતાની પત્નીના ત્રાસથી તેઓ હવે પોતાનો બંગલો પણ છોડી ચૂક્યા છે અને તેઓ હોટલમાં રહેવા લાગ્યા છે નવાઝુદ્દીન નિકાહ કર્યા બાદ સાલ 2011 માં જ તેમની પત્ની આલીયા થી અલગ થઈ ગયા હતા પરંતુ બંને ફરી એક સાથે આવી ગયા અને બે બાળકોના માતા પિતા.
પણ બની ગયા તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકી ની જીદંગી રોળાઈ રહી છે ભલે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય થકી લોકપ્રિયતા મેળવી રહ્યા હોય પ્રોફેશનલ લાઈફ માં આગળ જોવા મળી રહ્યા હોય પરંતુ પ્રશનલ લાઈફ માં તેઓ ભાંગી પડ્યા છે અને ઘર છોડીને હવે હોટલ માં ભાડે રહેવા મજબૂર થયા છે.