આંખમાં આંસુની ધાર અને ખબે સાસુની કાન સગામાંની જેમ પ્રેમ આપી જીવની જેમ સાસુનું જતન કર્યું અને આજે કાંધ આપી એક દીકરી તરીકેની અંતિમ ફરજ પણ નિભાવી સાસુ વહુના અનેક કિસ્સાઓ તમે જોયા હશે કે સાંભળ્યા હશે પણ આજે એક એવા સાસુ વહુના સંબંધની વાત કરવી છે જે માં દીકરીના સંબંધથી પણ ચડિયાતા છે. બદલાતા સમય સાથે આજે સંબંધો માત્ર નામના છે તે રહી ગયા છે તેની વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે
જે જોઈને તમે પણ કહેશો કે જો દરેક ઘરમાં સાસુ વહુનો આવો સંબંધ હોય તો કોઈ પણ ઘર તૂટશે નહીં 95 વર્ષની વયે સાસુ કસ્તૂરબેને અંતિમ શ્વાસ લઈ લીધા ઘરમાં અંતિમ વિદાયની તૈયારીઓ થઈ રહી હતી. તેની વચ્ચે દીકરાની જેમ સાસુની સેવા ચાકરી કરનાર વીણાબેને તેમના પાર્થિવ દેહને કાંધ આપી ભારે હૃદયે સાસુને અંતિમ વિદાય આપી નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને માતા દીકરીના પ્રેમ કરતાં પણ ચડ્યા હતા આ સાસુ-વહુના સંબંધની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર બદલાતા સમય સાથે આજે સાસુ વહુના અણબનાવના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે પરંતુ સાસુને પોતાની માતા માને અને સાસુ પણ પુત્રવધુને પોતાની દીકરી માને જી હા રિયલ લાઈફમાં આવા દ્રશ્યો હાલ જોવા મળ્યા છે જે જોઈને સૌ કોઈ ભાવ વિભોર થઈ રહ્યા છે.
હંમેશા એકબીજા સાથે પ્રેમ અને વાહલથી રહેતા સાસુ અને વહુની આ જોડી જો વિગતે વાત કરીએ તો ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે 95 વર્ષની વયે વડીલ કસ્તૂરબેન બચુભાઈ ગોલનું નિધન થાય છે. સ્વસ્થ અને સંસ્કારોથી ભરેલી જીવન યાત્રા પૂર્ણ કરનાર આ માતૃતુલ્ય કસુરબેનના નિધનથી ગોલ પરિવાર સહિત સમગ્ર ગામ જાણે શોકમાં ગરકાવ થઈ ગયું પરંતુ આ શોક વચ્ચે જે દ્રશ્યો જોવા મળ્યા તે લોકોના મનમાં કાયમી છે તે અંકિત થઈ ગયા છે કારણ કે કસ્તૂરબાને દીકરાઓની સાથે તેમના પુત્ર વધુ એટલે કે વીણાબેને પણ કાંધ આપી હતી. પોતાની સાસુમાને દીકરી સમાન ભાવથી કાંદ આપી અંતિમ વિદાય આપી આ જોઈને હાજર સૌ કોઈની આંખો વિહીની થઈ ગઈ કારણ કે એમાં સાસુ વહુનો અમૂલ્ય પ્રેમ અને સમર્પણ હતું. આપને જણાવી દઈએ કે સાસુને હંમેશા વીણાબેને પોતાના સગા માની જેમ સાર સંભાળ રાખી હતી. આજના સમયમાં જો સાસુ વહુ વચ્ચે આટલો પ્રેમ હોય
તો દરેક ઘર પણ સ્વર્ગ બની જાય. અંતિમ વિદાય સુધી અડીખમ સાથ આપનાર આ પુત્રવધુ સમાજ માટે પ્રેરણારૂપ છે અને આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ અંગે ગોલ પરિવારના સભ્યોનું શું કહેવું છે તે જાણીએ. ગઈ 14મી તારીખ મકર સંક્રાંતિના દિવસે અમારા ગોલ પરિવારના અમારા કુટુંબના પૂજ્ય મોટાબા કસ્તૂરબેન બચુભાઈ ગોલનું અવસાન થયેલ આ અમારા પૂજ્ય મોટાબા 95 વર્ષની લાંબી સ્વાસ્થ્ય વાળી જિંદગી જીવી અને દેહવસન પામી પરલોકમાં સીધા ત્યારે 35 વર્ષ જેવી લાંબી અમારા કાકી એવા વીણાબેન રમણિકભાઈ ગોલે અમારા પૂજ્ય મોટાબાની સેવા ચાકરી કરી અને છેક સુધી એક દીકરી જેમ માતાને પોતાનો સ્નેહ સેવા અને અપાર પ્રેમ આપી અને છેક સુધી સાસુની સેવા આ સેવામાં છેક સુધી
જ્યારે અમારા કાકી તેમના સાથે રહ્યા ત્યારે અમારા કુટુંબ પરિવારની એવી ઈચ્છા હતી કે અમારા કાકી અત્યાર સુધી એમને સાથ આપ્યો છે તો છેલ્લા સમયે પણ અમારા કાકી પણ બાને કાંધા આપી અને અંતિમ યાત્રામાં તેમનો સાથ આપે ત્યારે આ વાત અમે અમારા કુટુંબના વડીલોને કરતા કુટુંબના વડીલોએ સહર્સ વાત સ્વીકારી અને એક નવો સમાજમાં એક પ્રેરણારૂપ આખો દાખલો બની ગયો કે એક લેડીઝ એક પુત્ર વધુ તરીકે એક કાંધ આપી અને તેમના સાસુને અંતિમ યાત્રા સુધી છેક સુધી સાથ આપ્યો આ વાત એટલા માટે કરું છું કે અત્યારના સમયમાં સાસુ વહુના અણ બનાવો ઝગડાઓ હરેક સમાજમાં મોટાપાએ પ્રવર્તી રહ્યા છે ત્યારે આવો એક પ્રેરણા આપતો દાખલો મારા કાકી જ્યારે અમારા પૂજ્ય મોટા બાને આટલી લાંબી સેવા ચાકરી કર્યા બાદ પણ છેલ્લો સાથ પણ એમણે જ નિભાવ્યો અને આ સમગ્ર ક્રિયા દરમિયાન સમાજમાં અમારા આખા ગામમાં આ એક વાતની અગત્યની નોંધ લેવાની કે આવનારા સમયમાં આવા કિસ્સાઓ આવા પ્રેરણાદાયી વાતો સાંભળી જોઈ
હોય અને આવનારા જનરેશન પણ પોતાના સાસુની આ રીતે જ સેવા કરી અને છેક સુધી પોતાના સાસુને સાથે રાખી સેવા ચાકરી કરી અપાર પ્રેમની આપલે કરી અને એક માં દીકરી જેવો વ્યવહાર રાખે તો સમાજમાં ઉદ્ભવતા નાના મોટા પ્રશ્નો પાયામાંથી જ નાબૂત થઈ જાય આપણે જોઈ છી અત્યારે કેટ કેટલા પ્રશ્નો એવા હોય છે કે સામાન્ય વાતથી સાસુ બોલતા પણ નથી આવવા જવાના વ્યવહાર પણ નથી અત્યારે વૃદ્ધાશ્રમની સંખ્યા પણ મોટી સંખ્યામાં વધી ગઈ છે નિરાધાર વૃદ્ધ માવતરો હોય તો એમના માટે વૃદ્ધાશ્રમ 100 ટકા જરૂરિયાત વાળા છે પણ દીકરાઓ હોય દીકરાની વહુઓ હોય અને પૌત્રની હૈયાતીમાં જ્યારે માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે
ત્યારે આવા કિસ્સા આપને સમાજને એક નવી રાહ ચિંધે છે હું સમાજને અપીલ કરવા માગું છું કે એક દીકરી જેમ પોતાની માં પ્રત્યે પોતાનો પ્રેમ બતાવે છે એમ એક વહુઓ પણ સાસો પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી બતાવી એક માત્ર તુલ્ય ગણી અને પોતાની માંની જેમ સેવા કરવી જોઈએ સામા પક્ષે માતાઓએ સાસુઓએ પણ પારકી દીકરી જ્યારે આપણા ઘરે વહુ બનીને આવે છે ત્યારે એને પણ દીકરીની જેમ રાખી અને આ સમાજને એક નવી રાહ ચેજવી જોઈ છે. આજના સમયમાં સંબંધો માત્ર શબ્દો પૂરતા સીમિત રહી ગયા છે.
સંયુક્ત કુટુંબની ભાવના ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેની વચ્ચે આ પ્રકારના કિસ્સાઓ ઘણું બધું કહી જાય છે. આજે નાની નાની વાતમાં સાસુ વહુના અણબનાવના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ જો સાસુ પુત્રવધુને પોતાની દીકરી સમજે અને પુત્રવધુ સાસુ નહીં પણ પોતાની માં જ સમજે તો અનેક ઘર છે તે તૂટતા બચી જશે. ત્યારે હાલ તો ગોલ પરિવારે ચીંધેલી આ નવી રાહ અનેક સમાજ માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર