કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, આ મોબાઈલ ફોન આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મિશન રો એક્સટેન્શન અંતર્ગત એક દુકાનમાંથી 49 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો.
કોલકાતાના એક વકીલને પોતાની પત્નીની ગિફ્ટમાં 50 હજાર રૂપિયાનો એક મોબાઈલ આપવો બહુ ભારે પડ્યો છે. તેમનું કહેવું છે કે પત્નીએ જેવો મોબાઈલ ચાલુ કર્યો અને તેમાં સિમ કાર્ડ નાખ્યું, તેના થોડા દિવસ બાદ ગુજરાત પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ.
પોલીસનું કહેવું છે કે, આ મોબાઈલથી એક સાયબર ક્રાઈમ થયો છે.સેન્ટ્રલ કોલકાતાના મુચિપારાના રહેવાસી એક વકીલે પોતાની પત્નીને ગિફ્ટ આપવા માટે 50 હજાર રૂપિયાનો એક ફોન ખરીદ્યો હતો. પણ હવે આ ફોન સાયબર ક્રાઈમ બ્રાન્ચનું કેન્દ્ર બની ચૂક્યો છે. જેની તપાસ ગુજરાત પોલીસ અને કોલકાતા પોલીસ સંયુક્ત રીતે કરી રહી છે.કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, આ મોબાઈલ ફોન આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મિશન રો એક્સટેન્શન અંતર્ગત એક દુકાનમાંથી 49 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. વકીલે કહ્યું કે, જ્યારે તેણે મોબાઈલ ખરીદ્યો હતો, ત્યારે તે એકદમ સીલપેક હતો અને દુકાનદારે મોબાઈલ ખરીદતી વખતે જીએસટી બિલ પણ આપ્યું હતું.
વકીલની પત્નીએ જ્યારે તે મોબાઈલ વાપરવાનું શરૂ કર્યું તો તેના થોડા દિવસ બાદ ગુજરાત પોલીસ તેમના દરવાજે આવી પહોંચી. ગુજરાત પોલીસે આરોપ લગાવ્યો કે, આ મોબાઈલનો ઉપયોગ તેના વેચાણ પહેલા સાયબર ક્રાઈમ માટે થયો હતો.
ગુજરાત પોલીસે પુરાવા આપ્યા, દંપતીને લાગ્યો મોટો ઝટકોસેન્ટ્રલ કોલકાતાના દંપતી જેમને એવું લાગતું હતું કે, તેમણે એક નવો મોબાઈલ ખરીદ્યો છે, જ્યારે ગુજરાતની રાજકોટ પોલીસના અધિકારીઓએ આ દંપતીને પુરાવા બતાવ્યા અને તેમના મોબાઈલનો IMEI નંબર એક સાયબર ક્રાઈમ માટે ઉપયોગ થયેલા ફોન સાથે મિલાવ્યો તો દંપતીના હોશ ઊડી ગયા. વકીલે ગુજરાત પોલીસને કહ્યું કે, અમે તો ચોંકી ગયા, જ્યારે ગુજરાત પોલીસે અમારો ફોન સાયબર ક્રાઈમમાં ઉપયોગ થયો હોવાની વાત કહી.