1983 વર્ડકપ પર બેનેલી ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની હવે બસ કેટલાક જ દિવસ બાકી છે દુબઈમાં ફિલ્મને રિલીઝ પણ કરવામાં આવી છે ફિલ્મ માટે સ્ટારે કેટલી મહેનત કરીછે તે જણાવવાની તો જરૂર જ નથી 1983 વર્ડકપના દરેક ખેલાડીએ પોતાની કહાની બતાવી જેની સ્ક્રીપટ તૈયાર કરીને ફિલ્મને લખવામાં આવી.
જયારે હવે 83 ફિલ્મ રિલીઝ થવાને થોડો સમય બાકી છે ત્યારે એવી વાતનો ખુલાસો થયો છે જેને સાંભળીને તમને પણ ઝટકો લાગશે બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ 83ની કહાની બતાવવા માટે ક્રિકેટરોએ મોટી રકમ લીધી હતી રિલાયન્ઝ એન્ટરટેનમેન્ટએ આ ખિલાડીઓને 15 કરોડ રૂપિયા આપ્યા.
જેમાંથી સૌથી મોટી રકમ કપિલ દેવે લીધી જે રકમ 5 કરોડ રૂપિયા છે પહેલા એવું લાગતું હતું પોતાની કહાની બતાવવા માટે ક્રિકેટરોએ કોઈ રૂપિયા નહીં લીધા હોય કારણ આ ફિલ્મ એમની જિંદગી પર નહીં પરંતુ 1983ની વર્ડકપ પર બની રહી છે પરંતુ આ ખુલાસાએ કેટલાયે સવાલ ઉભા કરી દીધા છે સૌથી મોટી સ્પોર્ટસ ફિલ્મ 83નું બજેટ 125 કરોડ બતાવાઈ રહ્યું છે.
ફિલ્મમાં રણવીર સિંહ પંકજ ત્રિપાઠી સહિત કેટલાક નામી એક્ટર છે જેઓ ક્રિકેટરનો રોલ નિભાવી રહ્યા છે તમને જાણીએ નવાઈ લાગશે કે મિલ્ખાસિંગે પોતાના પર બનેલી ફિલ્મ માટે ફક્ત 1 રૂપિયો લીધો હતો મેરીકોમે પોતાના પર બનેલ ફિલ્મ માટે 25 લાખ લીધા હતા અને મહેન્દ્રસિંગ ધોનીએ પોતાના પર બનેલ ફિલ્મ માટે 45 કરોડ લીધા હતા.